હિન્દ ન્યુઝ, રાજપીપળા
ભારતીય સંસ્કૃતિની અમૂલ્ય વિરાસત એવી દેવભાષા સંસ્કૃતના ગૌરવ માટે રાજપીપળામાં ભવ્ય પદયાત્રાનું આયોજન થયું. નાંદોદના ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખે ભિલરાજાની પ્રતિમા ખાતેથી યાત્રાને પ્રસ્થાન કરાવી હતી.
વિદ્યાર્થીઓએ પારંપરિક વેશભૂષા, શંખનાદ અને સંસ્કૃત શ્લોકોના ગુંજારવ સાથે નગરજનોને મંત્રમુગ્ધ કર્યા. માર્ગમાં નગરજનો દ્વારા પુષ્પવર્ષા સાથે યાત્રાનું સ્વાગત કરાયું. આપણી પ્રાચીન જ્ઞાનપરંપરાને નવી પેઢી સુધી પહોંચાડવાનો આ એક સરાહનીય પ્રયાસ છે.
