વડોદરા જિલ્લા કક્ષાના મેગા રોજગાર અને એપ્રેન્ટીસ ભરતી મેળામાં ૧૭૦ ઉમેદવારોની એપ્રેન્ટીસ તરીકે પસંદગી

હિન્દ ન્યુઝ, વડોદરા 

    મોડેલ કરીયર સેન્ટર મદદનીશ નિયામક (રોજગાર)ની કચેરી,વડોદરા, યુઈબી વડોદરા ઓફિસ તથા આઈટીઆઈ તરસાલી, વડોદરાના સંયુકત ઉપક્રમે આઈટીઆઈ કેમ્પસ, તરસાલી વડોદરા ખાતે આજરોજ જિલ્લા કક્ષાનો મેગા રોજગાર અને એપ્રેન્ટીસ ભરતી મેળો યોજાયો હતો. જેમા પ્રોડક્શન મેઇન્ટેનન્સ, ઇલેક્ટ્રોનિક ટેક્નિશિયન, ટ્રેઈની, ડિઝાઇન ઓપરેટર, ટ્રેઈની એન્જિનિયર, સેલ્સ એક્ઝિક્યુટિવ, એકાઉન્ટન્ટ જેવી જગ્યાઓ માટે ૨૫ નોકરીદાતાએ હાજર રહીને ૫૦૪ જગ્યા માટે ઉમેદવારોના ઈન્ટરવ્યુ લિધા હતા જેમાં ૪૧૬ જેટલા ઉમેદવારોએ ભાગ લીધો હતો જેમાંથી ૧૭૦ ઉમેદવારોની રોજગારી અને એપ્રેન્ટીસ તરીકે પસંદગી કરવામા કરવામા આવી છે. 

        ભરતી મેળામાં ઉમેદવારોને સરકારની સ્વરોજગાક્ષી લોન સહાય યોજનાઓ, ઉદ્યોગ સાહસીકતા તાલીમ અંગે તેમજ રોજગારલક્ષી ફ્રી વોકેશનલ સ્કીલ તાલીમ કોર્ષ યોજનાઓ, તેમજ સંરક્ષણ ભરતી પૂર્વેની ૩૦ દિવસની ફ્રી નિવાસી તાલીમ યોજના અંગે વિના મુલ્યે માહીતી, માર્ગદર્શન આપવામા આવ્યુ હતુ. તેમજ વિદેશ રોજગાર અને શિક્ષણ માટે સેફ લીગલ માઈગ્રેશન અંગે ફ્રી માહીતી આપવામા આવી હતી તેમજ ઓનલાઈન રોજગારલક્ષી અનુબંધમ પોર્ટલ અને એન.સી.એસ પોર્ટલ પર નામ નોંધણી કેમ્પ યોજવામા આવ્યો હતો.

       ભરતી મેળામાં ઉમેદવારોને પ્રોત્સાહિત કરવા આજે વડોદરા મહાનગર પાલિકાના ડેપ્યુટી મેયર આદિત્ય પટેલ, મદદનીશ રોજગાર નિયામક અલ્પેશ ચૌહાણ, તથા આઈટીઆઈના પ્રિન્સીપાલ એ.આર. શાસ્ત્રી તેમજ NCS (SC/ST) સુરતના મદદનીશ નિયામક યોગેશ્વર યાદવ, CEDના નાયબ નિયામ આષિશ શાહ તથા રોજગાર કચેરી અને આઈટીઆઈના કર્મચારીઓ અને બહોળી સંખ્યામાં ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

Leave a Comment