સરદાર વલ્લભભાઇ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે એક વિશેષ કાર્યક્રમનું આયોજન

હિન્દ ન્યુઝ, રાજકોટ

     રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની શ્રી સરદાર વલ્લભભાઇ પટેલ ચેર દ્વારા સરદાર વલ્લભભાઇ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

“બિલ્ડિંગબોન્ડ, બિલ્ડિંગનેશન: સેલિબ્રેટિંગ ધ આઇડિયાસ ઓફ સરદાર પટેલ” થીમ હેઠળ યોજાયેલા આ સમારોહમાં દેશના લોહપુરુષના રાષ્ટ્રએકતા, એકીકરણ અને સારા શાસન પ્રત્યેના જીવનભરના યોગદાનને હૃદયપૂર્વકસ્મરણ કરવામાં આવ્યું હતું.

કેન્દ્રીય મંત્રી ડો. મનસુખ માંડવિયાએ છાત્રોને સરદાર પટેલે 562 રજવાડાઓને કઈ રીતે એકત્ર કર્યા તેના વિશે જુદા-જુદા કિસ્સાઓ સંભળાવી જાણકારી આપી હતી. તેમજ અગાઉની સરકારે સરદાર પટેલનું મહત્વ વધારવા કોઈ પ્રયાસ કર્યો નહીં હોવાનો આરોપ લગાવ્યો હતો. અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સરદાર પટેલની માત્ર પ્રતિમા જ બનાવી નથી. પણ વિશ્વભરમાં ફરીથી સરદાર પટેલનું નામ ગુંજતું કર્યું હોવાનું જણાવી તેમની 150મી જન્મજયંતી નિમિતે ઉજવણી કરીને આજના યુવાનોને તેમના યોગદાન વિશે જણાવવાની અપીલ કરી હતી.

Related posts

Leave a Comment