હિન્દ ન્યુઝ, સુરત
માર્ગ અને મકાન વિભાગ હસ્તકના તમામ રસ્તાઓને સુગમ્ય બનાવવાની કામગીરી હાથ ધરાઈ
ઓલપાડ તાલુકાના રાજ્યધોરી માર્ગ સુરત-ઓલપાડ-સાહોલ રોડ તથા સાહોલ-કીમ-માંડવી રોડ પર કર્લિંગ સફાઇની કામગીરી માર્ગ અને મકાન વિભાગ દ્વારા હાથ ધરી સુગમ્ય બનાવવામા આવી રહ્યા છે. ચોમાસાની ઋતુમાં વરસાદના વિરામ બાદ હાથ ધરાયેલા રસ્તાઓને વધુ સુવ્યવસ્થિત અને ગતિશીલ બનાવવા વિશેષ અભિયાન સ્વરૂપે ઓલપાડ તાલુકાના મુખ્ય માર્ગોથી શરૂ કરવામાં આવ્યું છે.
