ડિસ્ટ્રિક્ટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વુમન અંતર્ગત 02/09/25થી 12/09/25 સુધી 10 દિવસ વિશેષ જાગૃતિ અભિયાન

હિન્દ ન્યુઝ, બોટાદ

               ભારત સરકાર દ્વારા ડિસ્ટ્રિક્ટ હબ ફોર એમપાવરમેન્ટ ઓફ વુમન અંતર્ગત 02/09/ 25 થી 12/09/ 25 સુધી 10 દિવસ વિશેષ જાગૃતિ અભિયાન અંતર્ગત જિલ્લા પોલીસ અધિક્ષક ચિંતન તેરૈયા તેમજ જિલ્લા મહિલા બાળ અધિકારી આઈ.આઈ. મન્સૂરીના માર્ગદર્શન હેઠળ બોટાદમાં નગરપાલિકા દ્વારા ચાલતાં માઇક્રોવેવ કોમ્પ્યુટર કલાસીસમાં બહेનો સાથે કામકાજના સ્થળે જાતીય સતમણી અધિનિયમ 2013 અંતર્ગત કાયદાકીય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

              બોટાદ મહિલા પોલીસ સ્ટેશનનના પી.એસ.આઈ. શ્રી એસ.એન.મકવાણા દ્વારા પોક્સો એક્ટ તેમ IUCAWની કામગીરી તેમજ દરેક બેહનો સ્વનિર્ભર બની બાળકોની વિશેષ કાળજી લઇ ઉચ્ચતર અભ્યાસ કરાવે તેમજ બહેનો ઘરકામ સાથે ટ્રેનિંગ લઇ પરીવારને ઉપયોગી બને તેવી શુભેચ્છા પાઠવવામાં આવી હતી. 

              પોલીસ સ્ટેશન બેઝ્ડ સપોર્ટ સેન્ટરનાં કાઉન્સેલર રિંકલબેન મકવાણા દ્વારા કામકાજના સ્થળે થતી જાતીય સતમણી અધિનિયમ 2013 વિષે કાયદાકીય માર્ગદર્શન તેમજ પોલીસ સ્ટેશન બેઝ્ડ સપોર્ટ સેન્ટરની કામગીરી વિષે માહિતી આપવામાં આવી હતી. 181 અભયમ હેલ્પલાઇનના કાઉન્સેલર પટેલ ખુશ્બુબેન દ્વારા 181 હેલ્પલાઇન તેમજ તેનાં ઉપયોગ અને એપ્લિકેશન અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. શી ટીમના કર્મચારી સુરપાલભાઈ ગોહિલ દ્વારા શી ટીમની કામગીરી તેમજ પેટ્રોલિંગ બાબતે માહિતિ આપવામાં આવી હતી.

              DHEW નીતાબેન ભેડા દ્વારા જિલ્લા મહિલા બાળ અધિકારીશ્રીની કચેરી દ્વારા ચાલતી વ્હાલી દીકરી, વિધવા સહાય, મહિલા સ્વાવલંબન વગેરે યોજના વિશે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. સખી વનસ્ટોપ સેન્ટરના મીનાબેન દ્વારા આશ્રય તેમજ સખી વનસ્ટોપ સેન્ટરની કામગીરી અંગે તેમજ તેરે મેરે સપને પ્રિ મેરેજ કાઉન્સેલિંગ વિષે માહિતી આપવામાં આવી હતી. ડિઝાસ્ટર મેનેજમેન્ટના બોટાદરા મેહુલભાઈ દ્વારા આપતકાલીન સમય દરમ્યાન શું કાળજી રાખવી તે અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. dhewના જેન્ડર સ્પેસ્યાલીસ્ટ વિજાભાઈ દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન માઇક્રોવેવ ક્લાસીસના તાલીમાર્થી રોજાસરા અનિતાબેન દ્વારા કરવામાં આવ્યું હતું સમગ્ર કાર્યક્રમમાં ક્લાસીસના તમામ સ્ટાફગણ ઉપસ્થિત રહ્યાં હતાં

                      

Related posts

Leave a Comment