બોટાદ જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક કલેક્ટર ડો. જીન્સી રોયના અધ્યક્ષસ્થાને યોજાઈ

હિન્દ ન્યુઝ, બોટાદ 

             બોટાદ જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે જિલ્લા કલેક્ટરશ્રી ડો. જીન્સી રોયની અધ્યક્ષતામાં યોજાઈ હતી.આ બેઠકમાં કલેક્ટરશ્રીએ વાસ્મો અંતર્ગત વિવિધ પાણી પુરવઠા યોજનાઓના કાર્યોની પ્રગતિ વિશે માહિતી મેળવીને તેની સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. વધુમાં નવા પાણી પુરવઠાને લગતા નવા કામ અંગે ચર્ચા કરવામાં આવી હતી. 

             અત્રે ઉલ્લેખનીય છે કે, બોટાદ જિલ્લામાં “નલ સે જલ” કાર્યક્રમ હેઠળ 100 ટકા નળ કનેક્શનની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. વાસ્મો કચેરી, બોટાદ દ્વારા દર માસે દરેક ગ્રામ પંચાયતના પંપ ઓપરેટરોને તાલુકા કક્ષાએ આવેલા પાણી પુરવઠા બોર્ડના હેડવર્કસ ખાતે ગ્રામ્ય પાણી પુરવઠા યોજનાનું અસરકારક સંચાલન, મરામત અને નિભાવણી થાય તે માટે કૌશલ્યવર્ધન તાલીમ આપવામાં આવે છે. પાણી પુરવઠા વિભાગ દ્વારા ગ્રામ્ય કક્ષાની પીવાના પાણીની ફરિયાદ કરવા માટે 1916 નંબરની 24*7 હેલ્પલાઈન કાર્યરત છે. હેલ્પલાઈન મારફતે બોટાદ જિલ્લા વાસ્મો કચેરીને જાન્યુઆરી 2025થી ઓગષ્ટ 2025 સુધી 28 ફરિયાદો મળી હતી, તે તમામ ફરિયાદોનું નિરાકરણ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે.

  આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી અક્ષય બુડાનિયા અને સમિતિના સદસ્યઓ તેમજ સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

Related posts

Leave a Comment