બરવાળા તથા રાણપુર તાલુકામાં આગામી દિવાળીનાં તહેવારો નિમિત્તે હંગામી ફટાકડા વેચાણ કરવા ઇચ્છતાં તમામ વેપારીઓ માટે જોગ

હિન્દ ન્યુઝ, બોટાદ

   બોટાદ જિલ્લાનાં બરવાળા અને રાણપુર તાલુકામાં આગામી દિવાળીનાં તહેવારો નિમિત્તે હંગામી ફટાકડા વેચાણ કરવા ઇચ્છતાં તમામ વેપારીઓને જણાવવામાં આવે છે કે, બરવાળા અને રાણપુર તાલુકામાં આવેલાં નગરપાલિકા તથા ગ્રામ્ય વિસ્તારોમા હંગામી ફટાકડા વેચાણ અંગેની પરવાનગી સમયસર આપી શકાય તે હેતુથી તમામ સંબંધિત વેપારીઓએ નાયબ કલેક્ટર અને સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટની કચેરી, બરવાળા-ભાવનગર હાઇ વે,બરવાળા ખાતેથી એ.ડી.એમ શાખામાંથી નિયત નમુનામાં અરજી ફોર્મ આગામી તા.૧૫/૦૯/૨૦૨૫થી મેળવી તા.૨૬/૦૯/૨૦૨૫ સુધીમાં કચેરી સમય દરમ્યાન (રજાના દિવસો સિવાય) રજુ કરવાનાં રહેશે.

   સમય મર્યાદા બાદ તથા અધૂરી વિગતો તથા અધૂરા પુરાવાઓ વાળી મળેલી અરજીઓનો અસ્વીકાર કરવામાં આવશે જેની સંબંધકર્તા તમામે નોંધ લેવા નાયબ કલેક્ટર અને સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ,બરવાળાની યાદીમાં જણાવવામાં આવે છે.

Related posts

Leave a Comment