ચૂંટણી પ્રચાર માટે લાઉડ સ્પીકરની પરવાનગી લેવાની રહેશે

લોક્સભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

    લોકસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૪નો વિગતવાર કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. જે મુજબ તા.૦૭.૦૫.૨૦૨૪ રોજ મતદાન અને ૦૪.૦૬.૨૦૨૪ના રોજ મતગણતરી થશે. જેમાં ચૂંટણીઓ દરમિયાન લાઉડ સ્પીકરની પરવાનગી અંગે જિલ્લા મેજિસ્ટ્રેટ ડી.ડી.જાડેજા દ્વારા પરિપત્ર પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે.

આ પરિપત્ર અનુસાર ચૂંટણીના પ્રચાર માટે ઉમેદવાર, ઉમેદવારના ચૂંટણી એજન્ટો, રાજકીય પક્ષો કે કોઈપણ વ્યક્તિ તરફથી લાઉડસ્પીકરની પરવાનગી મળવા આવતી માંગણીઓની અરજીની નોંધ સક્ષમ અધિકારી દ્વારા રજીસ્ટ્રરમાં કરવાની રહેશે. તેમજ ફરતા વાહનમાં લાઉડ સ્પીકરના ઉપયોગ માટે સંબંધિત સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ ની કચેરીએથી પરવાનગી મેળવવાની રહેશે.

ચૂંટણીપ્રક્રિયા દરમિયાન સભા/સરઘસ કે રેલીમાં લાઉડસ્પીકરનો ઉપયોગ કરવાની પરવાનગી સવારના ૬:૦૦થી રાત્રિના ૧૦.૦૦ કલાક સુધીના સમય માટે જ રહેશે.

Related posts

Leave a Comment