ગીર સોમનાથ જિલ્લામાં લોકસભા ચૂંટણી સંદર્ભે હથિયાર પરવાનેદારો જોગ

લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

   આગામી લોકસભાની સામાન્ય ચૂંટણી મુકત અને ન્યાયી વાતાવરણમાં યોજાય તેમજ કાયદો અને વ્યવસ્થાની જાળવણી અંગે અમલ કરવાની આદર્શ આચારસંહિતા સુનિશ્ચિત રીતે અમલવારી થાય તે અન્વયે હથિયાર પરવાનેદારો માટે નિયંત્રણ મૂકવામાં આવ્યાં છે.

જેમાં ગીર સોમનાથ જિલ્લામાં આવેલા તમામ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ પાકરક્ષણ તેમજ સ્વરક્ષણના પરવાના હેઠળના હથિયારો સંબંધકર્તા પરવાનેદારે જમા કરાવવાના રહેશે તેમજ ચૂંટણીનું પરિણામ જાહેર થયાના એક અઠવાડીયા બાદ સંબંધીત પરવાનેદારને તેનુ હથિયાર પરત મેળવી લેવાનું રહેશે.

તેમજ આ હુકમ રાષ્ટ્રીયકૃત બેન્કો કે જેમને બેન્કની કેશ/કરન્સી લાવવા તથા લઈ જવા માટે તેમની ફરજના ભાગ રૂપે બેન્કના હથિયાર પરવાનાવાળા શસ્ત્રો રાખવાની પરવાનગી આપવામાં આવી હોય તે વ્યકિત, સરકારી નોકરી કે કામ કરતી વ્યકિત કે જે કાયદાકીય ફરજનો ભાગ હોય તેવી વ્યકિતઓને લાગુ પડશે નહી. ઉપરાંત ધોરણસર પરવાનગી મેળવેલ પરવાનેદારોને આ હુકમ લાગુ પડશે નહીં.

Related posts

Leave a Comment