હિન્દ ન્યુઝ, બોટાદ
તાજેતરમાં ગણપતિ મહોત્સવની ઉજવણી સંપન્ન થઈ. આ લોકોત્સવ દરમિયાન બોટાદ જિલ્લા માહિતી કચેરી દ્વારા ગણેશ પંડાલોમાં વિશેષ જનજાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જે અન્વયે રાજ્ય સરકારના માહિતી વિભાગ દ્વારા પ્રકાશિત કરવામાં આવતા વિવિધ યોજનાઓ અને કલ્યાણકારી કાર્યક્રમો અંગેનું માહિતીસભર સાહિત્ય નાગરિકોને વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે તમામ વયજૂથના નાગરિકોએ સાહિત્ય મેળવીને રાજ્ય સરકાર દ્વારા ચલાવવામાં આવતી યોજનાઓ અને કાર્યક્રમો વિશે વધુ જાણવાની ઉત્સુકતા દર્શાવી હતી. નાગરિકોએ આવા પ્રયાસોની પ્રશંસા કરી અને બોટાદ જિલ્લા માહિતી કચેરીનો આભાર વ્યક્ત કર્યો હતો.
