હિન્દ ન્યુઝ, બનાસકાંઠા
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તાજેતરમાં ભારે વરસાદથી પ્રભાવિત બનાસકાંઠા જિલ્લાના સૂઇગામની મુલાકાત લઈ પરિસ્થિતિનું સ્થળ નિરીક્ષણ કરી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલા રાહત-બચાવ અને સ્થિતિ પૂર્વવત કરવાના કામોની સમીક્ષા કરી.
મુખ્યમંત્રીએ વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઇ ચૌધરી, બનાસકાંઠા જિલ્લા પ્રભારી અને ઉદ્યોગ મંત્રી બળવંત સિંહ રાજપૂત તેમજ ધારાસભ્યો અને સરહદી વિસ્તારના અગ્રણીઓ તથા જિલ્લા વહીવટી તંત્રના વરિષ્ઠ અધિકારીઓ સાથે સૂઇગામ પ્રાંત અધિકારીની કચેરી ખાતે સમીક્ષા બેઠક યોજીને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું.
