મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ ઉપરાંત પંજાબ અને છત્તીસગઢના પૂર આફતગ્રસ્તોની મદદ માટે ગુજરાત તરફથી સહાય

હિન્દ ન્યુઝ, ગાંધીનગર

   મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પંજાબમાં ભારે વરસાદને કારણે પૂરથી પ્રભાવિત લોકોની તાત્કાલિક જરૂરિયાતો પૂરી કરવાના ઉમદા હેતુથી જીવન આવશ્યક ચીજવસ્તુઓ, ખાદ્ય સામગ્રી, અન્ય રાહત સામગ્રી તથા દવાઓ સાથેની વિશેષ રાહત ટ્રેનને અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયા, આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં ગાંધીનગર રેલવે સ્ટેશનથી પ્રસ્થાન કરાવ્યું.

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ ઉપરાંત પંજાબ અને છત્તીસગઢના પૂર આફતગ્રસ્તોની મદદ માટે ગુજરાત તરફથી ₹5-5 કરોડની સહાયના ચેક તે રાજ્યોના મુખ્યમંત્રીશ્રીઓને આ અગાઉ મોકલી આપેલ છે.

Related posts

Leave a Comment