હિન્દન્યુઝ, સુરત
‘વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ’ અંતર્ગત સુરત નવી સિવિલ હોસ્પિટલના મનોચિકિત્સા વિભાગ દ્વારા ‘આત્મહત્યા નિવારણ.. અભિગમ બદલીએ” થીમ હેઠળ સાપ્તાહિક કાર્યક્રમોનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેમાં દ્રિતીય દિવસે ‘આત્મહત્યા નિવારણ’ અંગેની જાગૃતિ માટે રેલી યોજાઈ હતી. જનજાગૃતિના પોસ્ટર સાથે વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ સહભાગી બન્યા હતા.
