આણંદમાં બાગાયત ખાતાની યોજનાઓ અંતર્ગત હાઇબ્રિડ શાકભાજીના બિયારણની કીટનું વિતરણ કરાયું

હિન્દ ન્યુઝ, આણંદ

   વર્ષ ૨૦૨૫-૨૬ માટે બાગાયત ખાતાની વિવિધ યોજના હેઠળ “અનુસૂચિત જાતિ” ના ખેડૂતોને આણંદ નાયબ બાગાયત નિયામકશ્રી ડૉ સ્મિતા પિલ્લાઈની ઉપસ્થિતિમાં હાઈબ્રિડ શાકભાજીના બિયારણની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે પેટલાદ, સોજીત્રા, બોરસદ, અને ખંભાત તાલુકાના ખેડૂતો હાજર રહ્યા હતા. તેઓને બાગાયતી યોજનાઓની માહિતી આપવામાં આવી હતી.તદ્ઉપરાંત અનુસૂચિત જાતિના ખેડૂતોને બાગાયત ખાતાની સહાયલક્ષી યોજના તેમજ આત્મા અને ખેતીવાડી /પશુપાલન ખાતાની યોજનાઓનો લાભ લેવા અનુરોધ કરીને તેમને પ્રાકૃતિક ખેતી કરવા આહવાન કરવામાં આવ્યું હતું.

આ વેળાએ બાગાયત અધિકારી કમલ ઠાકોર સહિત જિલ્લાના ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

 

Related posts

Leave a Comment