હિન્દ ન્યુઝ, ઉદયપુર
પંજાબના રાજ્યપાલ ગુલાબચંદ કટારિયા અને ગુજરાતના પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાની ઉપસ્થિતિમાં ગુજરાત પ્રવાસન નિગમના ઉપક્રમે આયોજિત ગુજરાતી અને મેવાડી સંસ્કૃતિને ઉજાગર કરતો ‘વાઇબ્રન્ટ ગુજરાત પ્રી-નવરાત્રિ ફેસ્ટિવલ’ ઉદયપુર ખાતે યોજાયો.
‘એક ભારત, શ્રેષ્ઠ ભારત વિઝન’ હેઠળ “વસુધૈવ કુટુંબકમ”ની ભાવનાને આગળ ધપાવતા ગુજરાત અને રાજસ્થાન વચ્ચે સાંસ્કૃતિક આદાન-પ્રદાનના ઉદ્દેશ્ય સાથે ઉદયપુરના ફીલ્ડ ક્લબ સંકુલમાં યોજાયેલ વાઇબ્રન્ટ ગુજરાત કલ્ચરલ પ્રોગ્રામ 2025માં ઉદયપુર વાસીઓ મન મુકીને ગરબે ઘૂમ્યા.
