ડાંગ જિલ્લાનો ધવલીદોડ-ધુડા-પીપલાઈદેવી રોડ ઉપરનો માઈનોર બ્રિજ ભારે કોમર્શિયલ વાહનો માટે વધુ એક માસ માટે બંધ કરાયો

હિન્દ ન્યુઝ, ડાંગ 

     મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન અને દિશાનિર્દેશ અનુસાર રાજ્યના તમામ જિલ્લાઓમા માર્ગ સુધારણા સહિત જોખમી કે જર્જરીત બ્રિજના નિરીક્ષણ અને મરામતની કામગીરી પૂરપાટ ગતિએ ચાલી રહી છે. 

આ કામગીરીના ભાગરૂપે ડાંગ જિલ્લાના આહવા તથા સુબીર તાલુકાને જોડતા ધવલીદોડ-ધુડા-પીપલાઈદેવી રોડ ઉપર ધુડા ખાતે આવેલ માઈનોર બ્રિજ ભારે કોમર્શિયલ વાહનોની અવર જવર માટે વધુ એક માસ સુધી બંધ કરાયો છે. 

ડાંગના જિલ્લા મેજીસ્ટ્રેટ સુ શાલિની દુહાન દ્વારા જારી કરાયેલા એક જાહેરનામા અનુસાર ડાંગ જિલ્લા પંચાયતના માર્ગ અને મકાન વિભાગ હસ્તકના આ બ્રિજનુ તાંત્રિક તજજ્ઞો દ્વારા નિરીક્ષણ કરાયા બાદ તેમના અહેવાલ અનુસાર આ બ્રિજ પુઅર કેટેગરીમા જણાતા તેને વધુ એક માસ માટે બંધ કરાયો છે.

આ માર્ગના વૈકલ્પિક માર્ગ તરીકે ધુડા થી હિંદળા થઈ પીપલાઈદેવી (કુલ ૫.૫૦ કિલોમીટર) માર્ગ સુચવવામા આવ્યો છે. જેની વાહન ચાલકોને નોંધ લેવા જણાવાયું છે. 

આ જાહેરનામાના ભંગ બદલ કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે.

વધુમાં આ હુકમ દૂધવહન કરતાં દૂધશીત કેન્દ્ર/ દૂધ મંડળીના વાહનો તેમજ જિલ્લા મેજિસ્ટ્રેટ ડાંગ દ્વારા મુક્તિ આપવામાં આવેલ વહાનોને લાગુ પડશે નહીં.

Related posts

Leave a Comment