ગરબાડા તાલુકાના ટૂંકી અનોપ અને ભરસડા ગામે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો સાથે જિલ્લા કલેક્ટરએ કરી મુલાકાત

હિન્દ ન્યુઝ, દાહોદ

     દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના ટૂંકી અનોપ ગામના પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત નવલસિંગભાઈ પસાયા તેમજ ભરસડા ગામના ખેડૂત રૂપસિંગભાઈ બારીયાના ફાર્મ પર જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડેએ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો સાથે મુલાકાત કરી હતી. 

કલેક્ટરએ ખેડૂતોને પડતી મુશ્કેલીઓ અને તેમના પ્રશ્નો રજુઆતો સાંભળી તેમની સમસ્યાઓના નિવારણ માટેના સૂચનો કર્યા હતા. એ સાથે જ અન્ય ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. 

ખેતીમાં રોકડિયા પાક , શાકભાજી, ફળફળાદી, ફુલોની ખેતી પર વધારે ભાર મૂકવા કહ્યું હતું. ગામના લોકોને સરકારની યોજનાઓ વિશે માહિતગાર કર્યા હતા. પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને ખેતીવાડી વિભાગ અને આત્મા પ્રોજેક્ટ દ્વારા આપવામાં આવતી નાણાકીય સહાય અને યાંત્રિક સાધનો પર મળતી સબસીડી વિશે ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. 

કલેક્ટરએ ખેડૂતોને પ્રાકૃતિક ખેતીમાંથી મળતી આવક અને તેની પાછળ થતો ખર્ચ વિશે વિગતે ચર્ચા કરી હતી. કલેક્ટરએ ગાય આધારિત તૈયાર થતા જીવામૃત, ઘન જીવામૃત, બ્રહ્માસ્ત્ર, અળસિયામાંથી તૈયાર થતા ખાતર, તેમજ આધારિત કરેલ ખેતીનું નિરીક્ષણ કર્યું હતું. ખેડૂતોને જૂથમાં રહીને કામ કરવા માટે સૂચવ્યું હતું. વધુને વધુ સરકારશ્રીની યોજનાઓનો લાભ લેવા ગ્રામજનોને અનુરોધ કર્યો હતો. 

આ દરમિયાન નાયબ ખેતીવાડી નિદાહોદ દાહોદ, મામલતદાર ગરબાડા, આત્મા પ્રોજેક્ટના કર્મચારીઓ, સંબંધિત વિભાગના કર્મચારીઓ, પ્રાકૃતિક ખેતીનું માર્ગદર્શન આપનાર કલસ્ટર, કૃષિ સખી મિશનની બહેનો, ગામના આગેવાનો, અને ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

Leave a Comment