હિન્દ ન્યુઝ, જામનગર
ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા તા. ૦૭/૦૯/૨૦૨૫ના રોજ નાયબ સેક્શન અધિકારી અને નાયબ મામલતદાર, વર્ગ-૩ (દિવ્યાંગ ઉમેદવારો માટેની ખાસ ભરતી) (જા.ક્ર.૧૨૭/૨૦૨૪-૨૫) અને નાયબ સેક્શન અધિકારી અને નાયબ મામલતદાર, વર્ગ-૩ (જા.ક્ર.૦૮/૨૦૨૫-૨૬)ની જગ્યાઓ માટે પ્રાથમિક કસોટી જામનગર ખાતેના વિવિધ પરીક્ષા કેન્દ્રો પર યોજાઈ રહી છે. પ્રવર્તમાન ભારે વરસાદની પરિસ્થિતિને ધ્યાનમાં લેતા ઉમેદવારોને પરીક્ષા આપવા માટે કોઈ અગવડ ન પડે અને તેઓ સુરક્ષિત રીતે કેન્દ્ર પર પહોંચી શકે તે માટે જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરના માર્ગદર્શન હેઠળ તંત્ર દ્વારા હેલ્પલાઇન નંબર ૯૭૨૭૮૭૬૬૬૭ અને (૦૨૮૮) ૨૫૫૩૪૦૪ જાહેર કરાયા છે. જેનો જરૂર જણાયે સંપર્ક કરવા ઉમેદવારોને અનુરોધ છે.
