કાલાવડ તાલુકાની વિવિધ શાળાઓમાં મધ્યાહન ભોજન કેન્દ્ર સંચાલક કમ કુક તથા રસોયા કમ મદદનીશની નિમણુક માટે અરજીઓ મંગાવાઈ

હિન્દ ન્યુઝ, કાલાવડ

     જામનગર જિલ્લાના કાલાવડ તાલુકામાં ધાંધલ પિપળીયા પ્રાથમિક શાળા, મેવાસાવાડી પ્રાથમિક શાળા, શીવનગર પ્રાથમિક શાળા, મોટી ભગેડી પ્રાથમિક શાળા, રાજસ્થળી પ્રાથમિક શાળા, નાના પાંચદેવડા પ્રાથમિક શાળા, પાતામેઘપર પ્રાથમિક શાળા, પિઠડધામનેસ વાડી શાળા, ભગત ખીજડીયા પ્રાથમિક શાળા, મછલીવડ પ્રા.શાળા, મોરવાડી પ્રાથમિક શાળામાં સંચાલક કમ કુક અને રસોયા કમ મદદનીસ તથા કોઠા ભાડુકિયા પ્રાથમિક શાળામાં સંચાલક કમ કુકની નિમણુક કરવામાં આવશે.

આ યોજનામાં સંચાલક તરીકે નિમણૂંક માટે વ્યકિત એસ.એસ.સી. સુધી ભણેલી હોવી જોઈએ તેમજ જે તે ગામની વતની હોવી જોઈએ. પરંતુ આવી વ્યક્તિ ગામમાં ન મળે તો ધોરણ-૭ પાસ કરનાર અન્ય વ્યક્તિને સંચાલકની જગ્યાએ નીમી શકાશે. લઘુતમ વયમર્યાદા ૨૦ વર્ષ થી મહતમ વયમર્યાદા ૬૦ વર્ષની લાયકાત ધરાવતા હોય તેવા સ્થાનિક ઉમેદવારો પાસેથી અરજીઓ માંગવામાં આવી છે. ગામડાની વિધવા, ત્યકતા, નિરાધાર સ્ત્રીઓ તેમજ આર્થિક રીતે નબળી વયક્તિઓ તથા ગરીબી રેખા નીચે જીવતા લોકોને નિમણૂકમાં અગ્રતા આપવામાં આવશે.

આ અંગે સરકારના નિયમો અનુસાર નિયત થયેલ ધોરણ મુજબ માસિક માનદવેતન ચુકવવામાં આવશે. અગામી તા.૧૧/૦૯/૨૦૨૫ સુધીમાં રજા સિવાયના દિવસોએ સવારના ૧૧થી સાંજે ૬ કલાક દરમ્યાન મામલતદાર કચેરી, કાલાવડ, ખાતેથી મેળવી લેવાનાં રહેશે અને સંપુર્ણ વિગતો ભરીને નિયત અરજી ફોર્મની સાથે જરૂરી આધારો જેવાકે અભ્યાસ અંગેની લાયકાતના પ્રમાણપત્રો, જન્મનું પ્રમાણપત્ર, જાતિનું પ્રમાણપત્ર, રેશનકાર્ડ, લાઇટબિલ, ચુંટણીકાર્ડ તથા આધારકાર્ડ આ તમામની પ્રમાણિત નકલો તથા શારિરીક તંદુરસ્તી અંગેનું તબીબી પ્રમાણપત્ર તેમજ સંપુર્ણ નામ, સરનામા, મોબાઈલ નંબરની વિગતો સહિત અરજી ફોર્મ ભરીને મોડામાં મોડા તા. ૧૨/૦૯/૨૦૨૫ના રોજ સાંજે ૦૬:૦૦ કલાક સુધીમાં રજુ કરવાના રહેશે. નિયત તારીખ અને સમય બાદના અરજી ફોર્મ ધ્યાનમાં લેવામાં આવશે નહિ. 

આ માટેની ઈન્ટરવ્યું તા.૧૬/૦૯/૨૦૨૫ બપોરના ૧૧-૦૦ કલાકે રાખવામાં આવી છે. માટે અરજદારોએ પોતાના અસલ તમામ આધારો, પ્રમાણપત્રો સાથે મામલતદાર કચરી, કાલાવડ ખાતે હાજર રહેવા માટે મામલતદાર, કાલાવડની યાદીમાં જણાવવામાં આવ્યું છે. 

Related posts

Leave a Comment