હિન્દ ન્યુઝ,
ગ્લોબલ વોર્મિંગની સમસ્યા વૈશ્વિક સમસ્યા બની છે. આ વિકરાળ સમસ્યા સામે લડવા માટે અને ભવિષ્યની પેઢીમાં જનજાગૃતિ આવે એવા હેતુસર વેરાવળ સરકારી વિજ્ઞાન કોલેજ ખાતે વાયુ પ્રદૂષણ જાગૃતિ સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી.
કોલેજના આચાર્ય ડૉ. સ્મિતા બી. છગના માર્ગદર્શન હેઠળ એન.એસ.એસ. પ્રોગ્રામ ઓફિસર ડૉ. સચિન એમ. સીતાપરા દ્વારા કોલેજના એન.એસ.એસ. યુનિટ દ્વારા તા. ૮ સપ્ટેમ્બર ૨૦૨૫ના રોજ આ કાર્યક્રમનું આયોજન રાષ્ટ્રીય સ્વચ્છ હવા કાર્યક્રમ અંતર્ગત કરવામાં આવ્યું હતું.
આજના સમયમાં વાયુ પ્રદૂષણ એક ગંભીર પર્યાવરણીય સમસ્યા બની રહ્યું છે. આ ગંભીર સમસ્યાના નિરાકરણ માટે અને ભવિષ્યની પેઢીને સંદેશ પહોંચાડવા માટે વિદ્યાર્થીઓ તથા સમાજમાં જાગૃતિ ફેલાવવાનો મુખ્ય હેતુ ધ્યાને રાખી આ ઉજવણી કરાઈ હતી.
આ અવસરે વિદ્યાર્થીઓ માટે નિબંધ લેખન અને ચિત્ર સ્પર્ધા એમ બે સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. નિબંધ લેખન સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ વાયુ પ્રદૂષણના કારણો, તેની હાનિકારક અસરો તથા તેનો નિવારણ વિષે પોતાના વિચારો રજૂ કર્યા. ચિત્ર સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ કલાત્મક અભિવ્યક્તિ દ્વારા પ્રદૂષણ નિયંત્રણનો સંદેશ આપ્યો.
કુલ 30 જેટલા વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. તેમના નિબંધો અને ચિત્રો દ્વારા પર્યાવરણ પ્રત્યેની જવાબદારી તથા સર્જનાત્મકતા બંનેનો સુંદર પ્રદર્શિત થયો. સ્પર્ધામાંથી પસંદ કરાયેલા શ્રેષ્ઠ નિબંધો અને ચિત્રો ગુજરાત પૉલ્યુશન કંટ્રોલ બોર્ડ ખાતે મોકલવામાં આવશે.
