હિન્દ ન્યુઝ, જામનગર
જામનગરના યુવાનો માટે રોજગારની તકો ઊભી કરવા માટે જિલ્લા રોજગાર વિનિમય કચેરી, મોડેલ કેરિયર સેન્ટર, જામનગર અને ધારાસભ્ય રીવાબા જાડેજાના સંયુક્ત ઉપક્રમે 12 સપ્ટેમ્બર, 2025, શુક્રવારના રોજ એક મેગા જોબફેરનું આયોજન કરવામાં આવ્યું છે.
આ મેગા જોબફેરમાં 35થી વધુ ખાનગી ક્ષેત્રની કંપનીઓ ભાગ લેશે, જેઓ વિવિધ ક્ષેત્રોમાં નોકરીની તકો પૂરી પાડશે. આ ભરતીમેળામાં ભાગ લેવા ઇચ્છુક ઉમેદવારોને વિશ્વકર્મા સમાજની વાડી, ગાંધીનગર મેઈન રોડ, જામનગર ખાતે સવારે 10:00 કલાકે હાજર રહેવા જણાવવામાં આવે છે.
જોબફેરમાં આવનારા ઉમેદવારોએ પોતાની શૈક્ષણિક લાયકાત અને અનુભવના તમામ પ્રમાણપત્રોની નકલો અને અપડેટ કરેલો બાયોડેટા સાથે લાવવાનો રહેશે.
