હિન્દ ન્યુઝ, જૂનાગઢ
રાષ્ટ્રીય પલ્સ પોલિયો કાર્યક્રમ અંતર્ગત ૫ વર્ષ સુધીના તમામ બાળકોને પોલીઓની રસી, આપવામાં આવે છે. આ માટે તમામ તૈયારીઓ પૂરી કરી,તાલીમનું પણ આયોજન કરવામાં આવ્યું હતુ. ૧૮ સ્પ્ટેમ્બરે જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં અમે બાળકોને રસી પીવડાવીને બાળસુરક્ષા માટેની કામગીરી કરવામાં આવી સમગ્રત ડૉકટર, CHO, ANM, આશા, આંગણવાડી વર્કર તેમજ field staff ની મહત્વની કામગીરી રહી. આરોગ્ય વિભાગ દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, સામૂહિક આરોગ્ય કેન્દ્રો સહિત અનેક સ્થળે પોલિયો બૂથ રાખવામાં આવ્યા. ઉપરાંત ચેક પોસ્ટ, બસસ્ટેન્ડ, રેલવે સ્ટેશનો ઉપર પણ ટ્રાંઝીટ બૂથ ગોઠવવામાં આવેલ. હોટલમાં રોકાયેલ ટૂરિસ્ટ બાળકો અને બાંધકામ સ્થળ પરના મજૂરોના બાળકો માટે એક અલગ મોબાઈલ ટિમ બનાવવામાં આવેલ છે. આગામી ત્રણ થી ચાર દિવસ દરમ્યાન હેલ્થ વર્કર અને આંગણવાડી વર્કરની ટિમો અને ટ્રાંઝીટ ટીમ દ્વારા દરેક ઘરની મુલાકાત લેવામાં આવશે. અને બાકી રહી ગયેલા બાળકોને ઘરે પોલિયોની રસી પીવડાવવામાં આવશે
રિપોર્ટર : હિરેન નાગ્રેચા, જૂનાગઢ