જિલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાની અધ્યક્ષતામાં માર્ગ સલામતિ અંગે બેઠક યોજાઈ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ    જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાની અધ્યક્ષતામાં જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક યોજાઈ હતી. જેમાં કલેક્ટરએ માર્ગ સલામતીની કામગીરીની સમીક્ષા કરી વાહન ચાલકોની સલામતી માટે સંબંધિત અધિકારીઓને જરૂરી દિશાનિર્દેશ આપ્યાં હતાં. કલેકટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે માર્ચ માસની રોડ સેફ્ટી અંગેની બેઠક યોજાઈ હતી. જેમાં જિલ્લામાંથી પસાર થતા વિવિધ માર્ગો પર અકસ્માત નિવારણ માટેના પગલા લેવા જેવી બાબતો અંગે વિસ્તૃતમાં ચર્ચા કરવામાં આવી હતી.   કલેક્ટરએ જિલ્લામાં થયેલા વિવિધ અકસ્માતો વિશે, માનવીય ભૂલના કારણે થયેલા અકસ્માતો, અકસ્માતના સંભવિત કારણો સહિત અકસ્માતની માહિતી મેળવી અને સુપાસી પાસેની ચોકડી પર…

Read More

જિલ્લા વહીવટી તંત્રની કર્મચારીઓના જન્મદિવસની શુભકામના પાઠવવા માટેનો અનોખો અભિગમ

નાના માણસનું મોટું સન્માન હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ      સમાજમાં મોટા માણસો કે મોટા વ્યક્તિત્વનો જન્મદિવસ યાદગાર રીતે ઉજવવાની સામાન્ય રીતે વ્યાપક પરંપરા છે. જેટલો મોટો માણસ, તેટલી જ યાદગાર ઉજવણી… અને તેની સાથે ભવ્ય ભપકો તો ખરો જ… પરંતુ સમાજમાં જ્યારે મોટા માણસ દ્વારા સામાન્ય માણસના જન્મદિવસ જેવા એક નાના પ્રસંગને એક નાની અમથી ગિફ્ટ અથવા તો ઉપહારથી સન્માનવામાં આવે ત્યારે તે મોટી વ્યક્તિનો તો ખ્યાલ નથી પરંતુ જેના જન્મદિવસની ઉજવણી થઈ રહી છે, તેનો ન માત્ર દિવસ પરંતુ જિંદગીભરનું સંભારણું બનીને રહી જાય છે. તે વ્યક્તિ સાથે…

Read More

ભાવનગરમાં ખેલ મહાકુંભ 3.0 બહેનો માટે રાજ્યકક્ષાની રસ્સાખેંચ સ્પર્ધા તા. ૨૯ માર્ચ થી યોજાશે

હિન્દ ન્યુઝ, ભાવનગરમાં  ખેલ મહાકુંભ 3.0 અંતર્ગત રાજ્યકક્ષાની રસ્સાખેંચ રમતની અં. ૧૭. અબવ ૪૦ અને ૬૦ વય જૂથની બહેનોની સ્પર્ધાનું આયોજન સરદાર પટેલ રમત સંકૂલ, સિદસર રોડ, ભાવનગર ખાતે તા. ૨૯-૦૩-૨૦૨૫ થી ૦૩-૦૪-૨૦૨૫ દરમ્યાન થનાર છે.  જેમાં ઓપન વયજુથની બહેનો માટે રિપોર્ટિંગ સમય તા. ૨૯-૦૩-૨૦૨૫ ના રોજ બપોરે ૪ કલાકથી ૭ કલાક સુધીનો રહેશે ત્યારબાદ વજન કરવામાં આવશે. આ વયજૂથની બહેનો માટે તા. ૩૦-૦૩-૨૦૨૫ ના રોજ સવારે ૭:૩૦ કલાક થી સ્પર્ધા યોજાશે.  અબવ ૪૦ વયજૂથની બહેનો માટે રિપોર્ટિંગ સમય તા. ૩૦-૦૩-૨૦૨૫ ના રોજ બપોરે ૪ કલાકથી ૭ કલાક સુધીનો રહેશે…

Read More

જિલ્લા કલેકટર કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ સમિતિની બેઠક યોજાઇ

હિન્દ ન્યુઝ , જામનગર      જામનગર જિલ્લા કલેક્ટર અને જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ સમિતિ જામનગરના અધ્યક્ષ કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને સમિતીની ત્રિમાસીક બેઠક, અને સેવારત તથા પુર્વ સૈનિકોની સમસ્યા નિવારણ અંગેની બેઠકનું કલેક્ટર કચેરીના સંભાખંડ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું.આ બેઠકમાં નિવૃત જવાનોના પરિવારોને રાજ્ય સરકાર તરફથી માસિક આર્થિક સહાય, દિકરી લગ્ન સહાય, સ્કોલરશીપ, અંતિમ ક્રિયા સહાય, યુદ્ધ જાગીર ભથ્થુ તથા કેન્દ્ર સરકાર તરફથી આપવામાં આવતી વિવિધ સહાયની વિગત કચેરીના મુખ્ય કારકુન શ્રી યોગેશ સોનીએ પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનથી રજુ કરી હતી તેમજ પુર્વ સૈનિકો તથા મંડળો તરફથી મળેલ…

Read More

કલેક્ટર કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, જામનગર      જામનગર જિલ્લા કલેકટર કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને કલેકટર કચેરી જામનગર ખાતે જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો.જેમાં આવેલ ૭૩ જેટલી અરજીઓનો સ્થળ પર જ ત્વરિત નિકાલ કરી અરજદારોની સમસ્યા તથા પ્રશ્નોનું નિરાકરણ લવાયું હતું. જિલ્લા કલેકટર કચેરી ખાતે યોજાયેલ સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ અરજદારોની સમસ્યાને જિલ્લા કલેકટરએ ધ્યાનપૂર્વક સાંભળી હતી.ઉપરાંત વિવિધ અરજદારોના પ્રશ્નો સંદર્ભે જે-તે વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા કરી ચોક્કસ સમય મર્યાદામાં પ્રશ્નોના નિકાલ લાવવા સૂચના આપી હતી.સાથે સાથે જ્યાં જરૂર જણાઈ ત્યાં વિભાગોનું અરસ પરસ સંકલન કરી અરજદારનો પ્રશ્ન…

Read More