“સમુદ્રની લહેરો સાથે રમતોનો ઉલ્લાસ” હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ રમત-ગમત મંત્રી હર્ષ સંઘવીએ રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો વચ્ચે સોમનાથ બીચ સ્પોર્ટ્સ ફેસ્ટિવલનો શુભારંભ કરાવ્યો હતો. તા.૧૮થી ૨૧ માર્ચ દરમિયાન યોજાનાર આ બીચ સ્પોર્ટ્સ ફેસ્ટિવલ દ્વારા ગુજરાતના ૧,૬૦૦ કિલોમીટરના દરિયાકિનારાના ગામોના યુવા ખેલાડીઓ માટે મોટું પ્લેટફોર્મ મળી રહેવાનું છે. આ બીચ સ્પોર્ટ્સ ફેસ્ટિવલના શુભારંભથી ગુજરાતના સ્પોર્ટ્સ જગતમાં એક નવો આયામ ઉમેરાયો છે, તેમ મંત્રીએ આ મેગા સ્પોર્ટ્સ ઈવેન્ટની શરૂઆત કરાવતાં જણાવ્યું હતું. આ બીચ સ્પોર્ટ્સ ફેસ્ટિવલ ભગવાન સોમનાથના સાન્નિધ્યમાં યોજાઈ રહ્યો છે, ત્યારે ભગવાન સોમનાથની શક્તિ સાથે ખેલાડીઓની શક્તિનો સુભગ સમન્વય ચોક્કસ…
Read MoreDay: March 18, 2025
આણંદ જિલ્લામાં આવેલા હોટલ,ગેસ્ટ હાઉસ, લોર્જીગ અને બોર્ડિગમાં રોકાણ કરનાર વ્યક્તિઓની ફરજિયાત નોંધણી કરવી
હિન્દ ન્યુઝ, આણંદ આણંદ જિલ્લામાં અસામાજિક પ્રવૃત્તિઓ કરતા લોકોની ઓળખ થાય તેમજ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે હેતુસર જિલ્લામાં આવેલ તમામ ખાનગી હોટલ,ગેસ્ટ હાઉસ, લોર્જીગ અને બોર્ડિગમાં રોકાણ કરનાર વ્યક્તિઓ અંગે સંચાલકશ્રીઓએ રેકર્ડની નિયમીત રીતે નોંધણી કરવા અંગે આણંદ જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે. આ હુકમ તા. ૦૮/૦૯/૨૦૨૫ સુધી અમલમાં રહેશે તથા તેનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય ન્યાય સંહીતા-૨૦૨૩ અન્વયે શિક્ષાને પાત્ર થશે.
Read Moreઆણંદ જિલ્લામાં વધુ અવરજવર વાળા સ્થળો ઉપર C.C.T.V કેમેરા રેકોર્ડીંગ સિસ્ટમ સાથે રાખવાના રહેશે
હિન્દ ન્યુઝ, આણંદ જિલ્લામાં થતા ગુનાઓ જેવા કે લૂંટ કે ચોરી જેવી પ્રવૃત્તિ અટકાવવા માટે જિલ્લામાં આવેલ વધુ અવરજવર વાળા ધંધાના સ્થળો ઉપર C.C.C.T.V કેમેરા (નાઈટ વિઝન તથા હાઈ ડેફિનેશન) રેકોર્ડીંગ સિસ્ટમ સાથે મૂકવા માટે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ,આણંદ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જે અન્વયે જિલ્લાની તમામ હોટલ, રેસ્ટોરન્ટ, ડાઈનીંગ હોલ, મોલ, બેન્કો, જવેલર્સની દુકાનો, આંગડીયા પેઢીઓ, તમામ પેટ્રોલપંપ, તમામ ટોલ પ્લાઝા ઉપર સીસીટીવી કેમેરા આજુબાજુમાં આવેલ દુકાનો ઉપર ગાડીના નંબર દેખાય તે રીતે તથા ડ્રાઈવર તથા તેની બાજુમાં બેઠેલ વ્યકિતનું રેકોર્ડીંગ થઈ શકે તે રીતે પૂરતી સંખ્યામાં કેમેરા…
Read Moreઆણંદ જિલ્લાના કોચીંગ કલાસ તથા ટયુશન કલાસ સવારના ૦૭-૦૦ વાગ્યાથી રાત્રીના ૦૮-૦૦ વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે
હિન્દ ન્યુઝ, આણંદ આણંદ જિલ્લામાં આવેલ તમામ કોચિંગ કલાસ તથા ટ્યુશન કલાસીસમાં જતી વિદ્યાર્થીનીઓ શાંતિ અને નિર્ભય થઈને ટ્યુશન કલાસીસમાં કે કોચીંગ કલાસમાં જઈ શકે તે માટે તથા અનિષ્ટ તત્વો દ્વારા ટ્યુશન કલાસીસ કે કોચીંગ કલાસમાં એકલી જતી વિદ્યાર્થીની સાથે કોઈ અનિચ્છનિય બનાવો બનતા અટકાવવા જિલ્લામાં આવેલ તમામ કોચીંગ કલાસ તથા ટયુશન કલાસીસ સવારના ૦૭-૦૦ વાગ્યાથી રાત્રીના ૦૮-૦૦ વાગ્યા પછીના સમય માટે મનાઈ ફરમાવતુ જાહેરનામું અધિક જિલ્લા મેજીસ્ટ્રે દ્વારા પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે. આ હુકમ તા. ૦૮/૦૯/૨૦૨૫ સુધી અમલમાં રહેશે તથા તેનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય ન્યાય સંહીતા-૨૦૨૩…
Read Moreઆણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે કામકાજના સ્થળે થતી જાતીય સતામણી અધિનિયમ અંતર્ગત સેમિનાર યોજાયો
હિન્દ ન્યુઝ, આણંદ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી, આણંદ ધ્વારા કામકાજના સ્થળે થતી જાતીય સતામણી અધિનિયમ-ર૦૧૩ અંતર્ગત સેમિનારનું આયોજન કૃષિ યુનિવર્સિટી, આણંદ ખાતે એસ.એમ.સી. ડેરી સાયન્સ કોલેજ ખાતે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કામકાજના સ્થળે થતી જાતીય સતામણી અધિનિયમ-૨૦૧૩ અંતર્ગત કામધેનું યુનિવર્સિટી, ગાંધીનગરના રજિસ્ટ્રાર ડો.કે.કે.હડિયા દ્વારા મહિલાઓએ કાયદાનો દુરપયોગ ના થાય અને જરૂરિયાત હોય તે તમામ સ્ત્રીઓ કાયદાથી માહિતગાર થાય તે જરૂરી છે તેમ જણાવ્યું હતું. કાયદા નિષ્ણાંત નીલ શાહ દ્વારા કામકાજના સ્થળે થતી જાતીય સતામણી આધિનિયમ-૨૦૧૩ કેસો તથા કાયદા વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. મહિલા અને…
Read Moreઆણંદ મહાનગરપાલિકા નો આરોગ્ય વિભાગ એક્શન મોડમાં
હિન્દ ન્યુઝ, આણંદ આણંદ મહાનગરપાલિકાના કમિશનર શ્રી મિલિન્દ બાપનાના આદેશ અનુસાર મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની ટીમ અને સેનેટરી ઇન્સ્પેક્ટર દ્વારા મહાનગરપાલિકા વિસ્તારની વિવિધ હોટલ, રેસ્ટોરન્ટ ખાતે જાહેર સ્વચ્છતા બાબતે આકસ્મિક તપાસણી હાથ ધરવામાં આવી હતી. આ તપાસણી દરમિયાન આણંદ વિદ્યાનગર રોડ ઉપર આવેલ રાજસ્થાની દાલબાટી અને તાઝા પીઝા તથા સ્ટેશન રોડ ઉપર આવેલ નાઝ રેસ્ટોરન્ટ ખાતે જરૂરી તપાસણી કરતા જાહેર આરોગ્યને નુકસાન કરતી ગંભીર ક્ષતિઓ જોવા મળી છે, જે નાગરિકોના આરોગ્ય માટે અત્યંત જોખમકારક જણાતા આ તમામ હોટલ-રેસ્ટોરન્ટને સીલ કરવામાં આવ્યા છે. મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની ટીમ મેડિકલ ઓફિસર ઓફ હેલ્થ,…
Read Moreરાજ્યની મહિલા ખેલાડીઓ કોઈ પણ એક રમતમાં ‘મહિલા રોકડ પુરસ્કાર યોજના વર્ષ ૨૦૨૪-૨૫માં માટે અરજી કરી શક્શે
હિન્દ ન્યુઝ, સુરત સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા મહિલા ખેલાડીઓના પ્રોત્સાહન માટે વર્ષ ૨૦૨૪-૨૫’ અંતર્ગત ‘મહિલા રોકડ પુરસ્કાર’ આપવામાં આવશે. આ યોજના અંતર્ગત વર્ષ ૨૦૨૪-૨૫માં વિવિધ રમતોની રાજ્યકક્ષાની શાળાકીય સ્પર્ધાઓ અંડર ૧૪, ૧૭, ૧૯ અને સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા આયોજિત રાષ્ટ્રકક્ષાની સ્પર્ધામાં એસ.એ.જી. (Sports Authority of Gujarat) દ્વારા રાજ્યનું પ્રતિનિધિત્વ કર્યું હોય અથવા ભાગ લીધો હોય તે મહિલા ખેલાડીઓને સન્માનિત કરવામાં આવશે. મહિલા ખેલાડીઓ કોઈ પણ એક જ રમતમાં તેમજ ખેલમાં એક જ સિદ્ધિ માટે ‘મહિલા રોકડ પુરસ્કાર યોજના’ માટે ફોર્મ ભરી…
Read Moreસાંસદ પ્રભુભાઈ વસાવાએ સુરત અને તાપી જિલ્લામાં જળસંચયના કામો માટે રૂ.૫૦ લાખની ગ્રાન્ટની ફાળવણી કરી
હિન્દ ન્યુઝ, સુરત કેન્દ્રીય જલશક્તિ મંત્રી સી.આર.પાટીલની પ્રેરણાથી દેશભરમાં ‘જળસંચય જનભાગીદારી’ પહેલ હેઠળ જળસંચય અભિયાન વેગવાન બન્યું છે. સુરત અને તાપી જિલ્લામાં પણ વરસાદી પણ ભૂગર્ભમાં ઉતરે અને આવનારી પેઢીઓને સમૃદ્ધ જળવારસો મળે તે માટે જળસંચય (વોટર હાર્વેસ્ટિંગ)ની કામગીરી માટે બારડોલીના સાંસદ પ્રભુભાઈ વસાવાએ સંસદ સભ્ય સ્થાનિક વિકાસ યોજના નિધિમાંથી સુરત અને તાપી જિલ્લા માટે રૂ.૨૫-૨૫ લાખ મળી કુલ રૂ.૫૦ લાખની ગ્રાન્ટની ફાળવણી કરી છે.
Read Moreઆંબાના જૂના બગીચાઓને નવસર્જન કરવા બાગાયત વિભાગ દ્વારા નવીનીકરણ માટે સહાય આપવામાં આવે છે
હિન્દ ન્યુઝ, સુરત આંબાની ૪૦ થી ૫૦ વર્ષ કે તેથી વધુ જૂની વાડીઓમાં મોટા ઝાડોના કારણે ઉત્પાદનક્ષમતા ઓછી થતી હોય છે. જેથી આંબાના વૃક્ષોને ચોક્કસ ઊંચાઈએથી સંપૂર્ણપણે અથવા અંશત: છટણી કરી ત્યારબાદ કેળવણી કરી જૂના ઝાડને ફરીથી જુસ્સાદાર અને ઉત્પાદનક્ષમ બનાવવાની પધ્ધતિ એટલે નવીનીકરણ. સામાન્ય રીતે જ્યાંથી થડ ઉપર ડાળીઓની શરૂઆત થાય છે, એવી ડાળીઓને છેક નીચેથી સંપૂર્ણ કાપવામાં આવે છે. આવી ડાળીઓ નવી કૂંપણો કાઢે છે. જે તંદુરસ્ત હોય છે. સામાન્ય રીતે વૃક્ષને ૩-૪ મીટરની ઊંચાઈએથી છટણી કરવામાં આવે છે. આ પ્રકારની છટણી બાદ આંબામાં મેઝનો…
Read Moreરાજકોટ જિલ્લામાં “રાષ્ટ્રીય રસીકરણ દિવસ”ની ઉજવણી
હિન્દ ન્યુઝ, રાજકોટ રાષ્ટ્રીય રસીકરણ કાર્યક્રમ હેઠળ સર્ગભા બહેનોને ધનુર અને ડિપ્થેરિયા જ્યારે બાળકોને થતાં ઓરી, નૂરબીબી, ઝેરી કમળો, બાળ ટી.બી., પોલિયો, ડિપ્થેરિયા, ઉટાંટિયું, ધનુર, હીબબેક્ટેરિયાથી થતાં (ન્યૂમોનિયા અને મગજના તાવ) જેવા રોગ, ન્યૂમોકોકલથી થતાં ન્યુમોનિયા, રોટા વાયરસથી થતાં ઝાડા જેવા ૧૧ રોગ સામે રોગ પ્રતિકારક રસી આપવામાં આવે છે. આ રોગ પ્રતિરોધક રસીઓ ગંભીર રોગો સામે સુરક્ષા આપતી હોવાથી, બાળકો અને સગર્ભાઓનું સરકાર દ્વારા વિનામૂલ્યે રસીકરણ કરવામાં આવે છે. રાજકોટ જિલ્લામાં “રાષ્ટ્રીય રસીકરણ દિવસ”ની ઉજવણી અંતર્ગત આ વર્ષે જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા વિશિષ્ટ “ખિલખિલાટ રસીકરણ અભિયાન” હાથ…
Read More