હિન્દ ન્યુઝ, સુરત
સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા મહિલા ખેલાડીઓના પ્રોત્સાહન માટે વર્ષ ૨૦૨૪-૨૫’ અંતર્ગત ‘મહિલા રોકડ પુરસ્કાર’ આપવામાં આવશે.
આ યોજના અંતર્ગત વર્ષ ૨૦૨૪-૨૫માં વિવિધ રમતોની રાજ્યકક્ષાની શાળાકીય સ્પર્ધાઓ અંડર ૧૪, ૧૭, ૧૯ અને સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા આયોજિત રાષ્ટ્રકક્ષાની સ્પર્ધામાં એસ.એ.જી. (Sports Authority of Gujarat) દ્વારા રાજ્યનું પ્રતિનિધિત્વ કર્યું હોય અથવા ભાગ લીધો હોય તે મહિલા ખેલાડીઓને સન્માનિત કરવામાં આવશે. મહિલા ખેલાડીઓ કોઈ પણ એક જ રમતમાં તેમજ ખેલમાં એક જ સિદ્ધિ માટે ‘મહિલા રોકડ પુરસ્કાર યોજના’ માટે ફોર્મ ભરી શકશે. આ ફોર્મ ભરવા માટે ખેલાડીઓએ સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાતની સાઈટ https://sportsauthority.gujarat.gov.in પર તા. ૧૮ માર્ચથી તા.૧૭ એપ્રિલ ૨૦૨૫ સુધીમાં અરજી કરવાની રહેશે. જેમાં અરજીના જરૂરી તમામ પ્રમાણપત્રો જેવા કે મેરીટ સર્ટીફીકેટ, આધારકાર્ડ, કેન્સલ ચેક અને શાળાના આચાર્યના સહી અને સિક્કા કરાવવા અને તા.૨૪/૦૪/૨૦૨૫ સુધીમાં જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, પહેલો માળ સુડા ભવન વેસુ, સુરતની કચેરીને મોકલી આપવાનું રહેશે એમ જિલ્લા રમત વિકાસ અધિકારી જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, સુરતની યાદીમાં જણાવાયું છે.
