હિન્દ ન્યુઝ, દીવ દીવ જીલ્લાના કલેકટર રાહુલ દેવ બૉરા ના માર્ગદર્શન હેઠળ આરોગ્ય વિભાગ, દીવ દ્વારા વિશ્વ ટીબી દિવસ ની ઉજવણી કલેક્ટર કચેરી ખાતે 24 માર્ચ 2025 ના રોજ કરવામાં આવેલ. ટીબી નિર્મૂલન કાર્યક્રમ અંતર્ગત 7 ડિસેમ્બર 2024 ના રોજ શરૂ થયેલ ૧૦૦ દિવસીય સઘન ટીબી કેમ્પૈઈન ની પૂર્ણાહુતિ કરવામાં આવેલ અને 2024 દરમ્યાન જે પંચાયતો ટીબી ને અંકુશ માં લાવવામાં સમર્થ રહેલ અને ભારત સરકાર ના નિયત કરેલ પરિમાણ હાંસલ કરેલ તેમને સર્ટીફીકેટ અને ગાંધી પ્રતિમા આપી સ્માનિત કરાયેલ. દીવ જિલ્લા ની 8 પંચાયત માંથી 2 પંચાયત…
Read MoreDay: March 24, 2025
“ટીબી હારેગા, દેશ જીતેગા”: ટીબી જેવા અસાધ્ય રોગ સામેની લડત માટે ભારત સરકાર સંપૂર્ણ રીતે પ્રતિબદ્ધ
આજે 24 માર્ચ: વિશ્વ ક્ષય રોગ દિવસ હિન્દ ન્યુઝ, બોટાદ રોગની નાબૂદી તરફ લેવાયેલું દરેક પગલું, ગરીબોનાં જીવનની સુધારણા સાથે જોડાયેલું છે, ટીબી ચિકિત્સકો અને કાર્યકરો ટીબી રોગને દૂર કરવાનાં અભિયાનનો મહત્વનો ભાગ છે અને જે દર્દીઓને આ રોગ નાબૂદ થાય છે તેઓ અન્ય લોકો માટે પણ પ્રેરણા બને છે : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વિશ્વ ક્ષય રોગ દિવસ દર વર્ષે 24 માર્ચે ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણીનો હેતુ લોકોને આ રોગ અને તેના નિવારણ વિશે જાગૃત કરવાનો…
Read Moreઉનાળું પાકોમાં થતી જીવાતો અને નિયંત્રણ મેળવવાના ઉપાયો
હિન્દ ન્યુઝ, બોટાદ ખેડૂતમિત્રો ચાલું વર્ષે ઉનાળું પાકોનું વાવેતર સારું એવું થયેલ છે, જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્રનાં વિસ્તારમાં મુખ્ય તલ પાકનું વાવેતર થયું છે, ત્યારબાદ મગફળી, બાજરી, મગ, અડદ, શાકભાજીનાં પાકો (ભીંડો, ગુવાર, તુરિયા, ચોળી, વિગેરે) અને ઘાસચારાનું વાવેતર થાય છે. ઉનાળું પાકોમાં પાક ઉત્પાદન સારું મળતું હોય છે જેનું મુખ્ય કારણ ઉનાળું સિઝનમાં ચોમાસું સિઝનની સરખામણીમાં રોગ અને જીવાતનું પ્રમાણ ઓછું રહે છે. તેમ છતાં ઉનાળું સિઝનમાં તાપમાન ઊંચું રહેવાના કારણે ચુસિયા પ્રકારની જીવાતો જેવી કે થ્રીપ્સ અને સફેદ માખીનો ઉપદ્રવ વધારે રહે છે.…
Read Moreલૂ લાગવાનાં પ્રારંભિક લક્ષણો ઓળખો
હિન્દ ન્યુઝ, બોટાદ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી હીટવેવની આગાહી અન્વયે બોટાદ જિલ્લામાં હીટવેવથી બચવા માટે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. પ્રવર્તમાન સમયમાં આકસ્મિક રીતે વાતાવરણમાં થયેલ ફેરફારોનાં કારણે અને વધુ પડતી ગરમી(લૂ)ની અસરથી બચવા માટે જનહિતમાં લોકોનાં સ્વાસ્થ્યને પ્રાધાન્ય આપતાં, લૂથી બચાવ માટેનાં કેટલાક સરળ સૂચનો કરવામાં આવ્યા છે. જે રીતે સમગ્ર જિલ્લામાં ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે, ત્યારે ખેતરમાં કામ કરતાં શ્રમિકો, રોડકામ કરતાં તથા બાગ બગીચાનું કામ કરતાં શ્રમિકોને સન-સ્ટ્રોક (લૂ) લાગવાની શકયતા ઘણી…
Read Moreશંકરા આઇ હોસ્પિટલ-મોગર અને સોની પરિવારના સહયોગથી નેત્રદાન શિબિરનું આયોજન
હિન્દ ન્યુઝ, આણંદ ઓડ સામુહિક આરોગ્ય કેન્દ્ર સરકારી દવાખાનામાં શિબિરનું આયોજન કરાયું ઓડમાં સ્વ.વિનોદચંદ્ર ભોગીલાલ સોની, પરિવારના સૌજન્યથી ભાવેશ સોની(સુદર્શન ન્યુઝ, હિન્દ ન્યૂઝ) ધ્વારા શંકરા આઈ હોસ્પિટલ-મોગર.જીલ્લા અંધાપા નિયંત્રણ સોસાયટી દ્વારા આયોજીત મફત આંખની તપાસ,મફત મોતીયાનાં ઓપરેશનનો કેમ્પ ઓડમાં તારીખ ૨૦ માર્ચ ૨૦૨૫ ના ગુરુવારે સામુહિક આરોગ્ય કેન્દ્ર,સરકારી દવાખાનામાં નેત્ર નિદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યુ. આ શિબિરમાં આંખ દર્દી ઓની આંખોની તપાસ કરી નંબર વાળા દર્દી ઓને રાહત દરે નંબર ના ચશ્મા આપવામાં આવ્યા. જે દર્દી ને મોતીયા હોય, આંખમાં છારી હોય, આંખના ઓપરેશનની જરુર હોય…
Read More