શંકરા આઇ હોસ્પિટલ-મોગર અને સોની પરિવારના સહયોગથી નેત્રદાન શિબિરનું આયોજન

હિન્દ ન્યુઝ, આણંદ

ઓડ સામુહિક આરોગ્ય કેન્દ્ર સરકારી દવાખાનામાં શિબિરનું આયોજન કરાયું

ઓડમાં સ્વ.વિનોદચંદ્ર ભોગીલાલ સોની, પરિવારના સૌજન્યથી ભાવેશ સોની(સુદર્શન ન્યુઝ, હિન્દ ન્યૂઝ) ધ્વારા શંકરા આઈ હોસ્પિટલ-મોગર.જીલ્લા અંધાપા નિયંત્રણ સોસાયટી દ્વારા આયોજીત મફત આંખની તપાસ,મફત મોતીયાનાં ઓપરેશનનો કેમ્પ

        ઓડમાં તારીખ ૨૦ માર્ચ ૨૦૨૫ ના ગુરુવારે સામુહિક આરોગ્ય કેન્દ્ર,સરકારી દવાખાનામાં નેત્ર નિદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યુ. આ શિબિરમાં આંખ દર્દી ઓની આંખોની તપાસ કરી નંબર વાળા દર્દી ઓને રાહત દરે નંબર ના ચશ્મા આપવામાં આવ્યા. જે દર્દી ને મોતીયા હોય, આંખમાં છારી હોય, આંખના ઓપરેશનની જરુર હોય તેવા દર્દીઓને મોગર શકરાભાઈ આંખની હોસ્પીટલ ખાતે લઈ જવામા આવ્યા ત્યાં મફત તદ્દન ફ્રી માં દર્દીઓને રહેવાની, જમવાની, દવાઓ તથા ઓપરેશન કરી આપવામા આવ્યા. મોટી સંખ્યામાં શિબિરમાં આંખના દર્દી ઓએ લાભ લીધો.

રિપોર્ટર : ભાવેશ સોની, આણંદ 

Related posts

Leave a Comment