ડીસા રાધનપુર નેશનલ હાઇવે પર મૂડેઠા ટુલ પ્લાઝા નજીક નબળાં કામ ના કારણે રોડ પર ખાડાઓ

હિન્દ ન્યૂઝ, બનાસકાંઠા,

બનાસકાંઠા માં ભારે વરસાદ બાદ  ડીસા રાધનપુર નેશનલ હાઇવે પર મૂડેઠા ટુલ પ્લાઝા નજીક રોડ પર નબળાં કામ ના કારણે ઠેર ઠેર જગ્યા એ મોટા ખાડાઓ પડતા વાહન ચાલકો તથા રાહદારીઓ આ બિસ્માર રસ્તાના કારણે વાહનચાલકો પરેશાન થઇ ગયા છે. આવા ખરાબ રસ્તાના કારણે બીમારી વ્યક્તિઓને ઇમરજન્સી હોસ્પિટલ પહોંચવામાં મુશ્કેલી થઇ રહી છે.

ઘણાં વાહનચાલકો ને આ બિસ્માર રોડ કારણે અકસ્માત નો ભોગ બનવું પડે છે. ત્યારે આજુબાજુ થી પસાર થતા વાહન ચાલકોની માંગ બિસ્માર બનેલો નેશનલ હાઇવે રોડ ને રીપેરીંગ કરવાની કામગીરી શરૂ કરવા તેવી લોક માંગ ઉઠવા પામી છે.

રિપોર્ટર : ગંગારામ ચૌહાણ, દિયોદર

Related posts

Leave a Comment