ગોધરા ખાતે આવેલ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા ની મુખ્ય બ્રાન્ચ ઉપર સોશિયલ ડિસ્ટન્સ ના ધજાગરા

હિન્દ ન્યુઝ, ગોધરા,

એક તરફ સમગ્ર વિશ્વમાં કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે ગુજરાત રાજ્ય ના પંચમહાલ જિલ્લા માં પણ દિન પ્રતિદિન કોરોના કહેર વધતો જાય છે. પરંતુ ગોધરાના ચિત્રા રોડ સ્થિત આવેલ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા માં સોશિયલ ડિસ્ટન્સ ના ધજાગરા ઉડતા જોવા મળી રહ્યા છે. સ્ટેટ બેંક ના મેનેજર દ્વારા એવું જણાવવામાં આવ્યું કે અમારી બ્રાન્ચ ઉપર થી હાલ ૫ કર્મચારીઓ ને કોરોના પોઝિટિવ આવ્યો છે. ત્યારે સ્ટેટ બેંક ની બહાર લોકો નો ભારે ભરખમ ઘસારો જોવા મળ્યો હતો,

પરંતુ આ બેંક માં કોરોના ની એન્ટ્રી થઈ ગયા પછી પણ આટલી મોટી બેદરકારી જોવા મળી રહી છે. આખરે આ બાબતે જિલ્લા વહીવટી તંત્ર કઈ એક્શન લેશે કે કેમ એ એક મહત્વ ની વાત છે.

રિપોર્ટર : ઈકબાલ રશીદ, ગોધરા

Related posts

Leave a Comment