ગઢડા તાલુકાના ઢસા જં. મા અનુમાન પ્રમાણે અમાસ ની છેલ્લી રજા પાળવામાં આવશે

હિન્દ ન્યૂઝ, ઢસા,

જાહેર ગ્રામજનોને જાણ કરવામાં આવે છે કે ઢસા જં. મા કોરોના ના કેસ આવેલ હોય તેના સંક્ર્મણ ને અટકાવવા તકેદારી ના ભાગરૂપે તારીખ ૧૭/૦૯/૨૦૨૦ ગુરુવાર ભાદરવા અમાસ ના રોજ ઢસા જં. ની તમામ બજારો સંપૂર્ણ બંધ રહેશે. દવાખાના મેડિકલ, દૂધ, આવશ્યક ચીઝ વસ્તુ ની દુકાનો ખુલ્લી રહેશે. જે અગાઉ નક્કી કરેલ હતું કે ૩ મહિના મા આવતી દર પૂનમ અને દર અમાસ બંધ પાળવામાં આવશે અને નક્કી કરેલ દર પૂનમ અમાસ બંધ રહેશે, તો આ છેલ્લી રજા અમાસ ની હોવાથી બઝાર બંધ રહેશે અને આ 3મહિના મા આવતી બધી રજા વેપારી બધાએ પાળીને દુકાનો વેપાર બંધ રાખ્યા આ સાથ સહકાર આપ્યો તે બદલ ઢસા જં. સરપંચ ભરતભાઈ કટારીયા તેમજ વેપારી મંડળ વતી અશ્વિનભાઈ ગાંગડિયા એ બધાનો ખુબ ખુબ દિલ થી આભાર વ્યક્ત માન્યો છે. હવે જે કાંઈ નિર્ણય લેવાશે એ બધા વેપારી ઓને અગાઉ જાણકારી આપવામાં આવશે.

રિપોર્ટર : આસિફ રાવાણી, ઢસા

Related posts

Leave a Comment