રાજકોટ,
તા.૧૫.૮.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઉપકુલપતિ ડો.વિજયભાઈ દેશાણીએ ૭૪માં સ્વતંત્રતા પર્વ નિમિત્તે ઉદબોધન કરતા જણાવ્યું હતું કે ભારત દેશ એ વિવિધતામાં એકતાનો દેશ છે. અનેક વીરો, શહીદો, મહાપુરુષો, રાષ્ટ્રપુરુષોના બલીદાન અને શહીદીને કારણે આપણો દેશ આઝાદ થયો છે. માન. ઉપકુલપતિ ડો.વિજયભાઈ દેશાણી એ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે ભારત દેશના આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એ આપણા લોકલાડીલા છે. આજે આપણો દેશ વિશ્વફલક પર ઉચ્ચતાના શીખરો સર કરી રહ્યો છે. ઉપકુલપતિ એ જણાવ્યું હતું કે આપણે સૌ ભાગ્યશાળી છીએ કે આપણને આવા ખમીરવંતા વડાપ્રધાન મળ્યા છે.
ઉપકુલપતિ એ ગુજરાત રાજયના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના સુત્ર હારશે કોરોના, જીતશે ગુજરાત અને રૂકેંગે નહીં, જુકેંગે નહીં ને યાદ કરી જણાવ્યું હતું કે કોરોનાના આ કપરા સમયમાં મુખ્યમંત્રી એ પોતાની સંવેદના દાખવી અનેકવિધ પ્રજિલક્ષી નિર્ણયો કરીને રાજયને દેશમાં વિકાસપથ પર અગ્રેસર કર્યું છે. આ પ્રસંગે સિન્ડિકેટ સભ્ય ડો.ગીરીશભાઈ ભીમાણી, કુલસચિવ ડો.જતીનભાઈ સોની, ભવનોના અધ્યક્ષઓ, પ્રાધ્યાપકઓ તથા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ