હિન્દ ન્યૂઝ, બનાસકાંઠા
બનાસકાંઠાના ધોડાસર, કુંડા ગામેથી યુવકો રાજસ્થાનમાં આવેલુ પ્રખ્યાત ધામ રણુજા બાબા રામદેવપીર નાં દર્શનાર્થ બાઈક પર અંદાજે 400 કિ.મીનુ અંતર કાપી બાઈક સ્વારો બાઈક લઈને દર્શન કરવાં પહોંચ્યા હતા. બાબા રામદેવ પીર રણૂજા રાજસ્થાનમાં આવેલુ એક દર્શનાર્થ ધામ છે. ત્યાં લોકો ભાદરવા મહિનામાં ચાલતા પગપાળા યાત્રા કરે છે. રણૂજા રામદેવ પીર ના ધામે ભાદરવી પૂનમે મેળો ભરાય છે, ત્યાં રહેવા માટે ની ધર્મશાળાઓ પણ છે અને જમવા અને નાવા ધોવા ની ફૂલ સુવિધા છે,
ત્યા થી લોકો અવ નવી ચિજ વસ્તુઓ ખરીદી ને લાવે છે.આમ વર્ષે એક વખત દર્શનાર્થ ધામે લોકો દર્શન કરવા માટે જાય છે અને આ યાત્રામાં બાઈક પર જવા માટે સંગઠન કરનાર ઠાકોર મનુભાઈ જવાનજી રહે. કુડા, તા.લાખણી, તેમણે દર્શન કરવા માટે બાઈક સ્વાર યુવકો ને તૈયાર કરીને દર્શન કરી પરત વળ્યા છે.
રિપોર્ટર : પ્રહલાદ ઠાકોર, બનાસકાંઠા