હિન્દ ન્યુઝ, રાજકોટ કવિ- ગઝલકાર અમૃત ઘાયલની આ પંક્તિ કવિતાના શબ્દોની તાકાતને અને કવિ હ્રદયના જીવનની સાર્થકતાને રજૂ કરે છે. કવિતાએ સાહિત્યનું એવું સ્વરૂપ છે કે જેને યાદ રાખવા નાના બાળકને પણ પ્રયત્ન કરવો પડતો નથી. ગાયનથી લોકોના હ્રદય અને આત્મા સુધી પહોચતું આ સાહિત્ય હાઈકુ જેવા નાના સ્વરૂપ થી લઈને મહાકાવ્યો સુધીના વિવિધ સ્વરૂપે ઓછાં શબ્દોમાં સુંદર કે ધારદાર તમામ રસો પીરસે છે. આ કાવ્યોની અનેરી અસરને જાણીને યુનેસ્કોએ ૧૯૯૯મા ૨૧ માર્ચને વિશ્વ કવિતા દિવસ તરીકે ઉજવવાનો પ્રારંભ કર્યો. કવિતાના મહત્વ વિષે યુનેસ્કોના વડા ઓડ્રે ઓઝ્લોવે કહ્યું…
Read MoreDay: March 23, 2025
રાજકોટ ખાતે નારી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું
હિન્દ ન્યુઝ, રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખ પ્રવિણાબેન રંગાણીના અધ્યક્ષ સ્થાને જામકંડોરણાના રાયડી મુકામે નારી સંમેલન યોજાયું હતું. ગુજરાત રાજ્ય મહિલા આયોગ, ગાંધીનગર તેમજ સંકલિત બાળ વિકાસ યોજના કચેરી જામકંડોરણા દ્વારા મહિલાઓને પોતાના અધિકારો પ્રત્યે જાગૃત બનાવવા તેમજ ગ્રામીણ મહિલાઓ સુધી કાયદાનું જ્ઞાન પહોંચે તે હેતુથી નારી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ મહિલાઓને સશક્ત બનાવવા ભ્રૂણ હત્યા નાબૂદીથી માંડી તેમને આર્થિક સશક્ત બનાવવા સુધીની વિવિધ યોજનાઓ અમલી બનાવી છે. દેશ તો જ મજબૂત બનશે, જો તેનું ભાવિ ઘડતર કરનાર મહિલાઓ મજબૂત હશે, આ માટે જ તમામ…
Read Moreહિન્દ ન્યુઝ, રાજકોટ આધુનિક ટેકનોલોજીયુક્ત માધ્યમો સામે પરંપરાગત માધ્યમોના કલાકારો પોતાની કલાને જીવંત રાખવા અને છેવાડાના માનવી સુધી મનોરંજન સાથે માહિતી પીરસવા ગામે ગામ ફરી તનતોડ મહેનત કરતા હોય છે. પ્રાચીન કલાઓને જીવંત રાખવા વૈશ્વિક સ્તરે પણ સામૂહિક પ્રયાસો થાય છે. દર વર્ષે ૨૧મી માર્ચ “વિશ્વ કઠપૂતળી દિવસ” તરીકે ઉજવવામાં આવે છે. ભવાઈ, ડાયરો, નાટક, કઠપૂતળી કે પરંપરાગતના અન્ય કલાકારો આધુનિક ટેકનોલોજીના સમયમાં પોતાની કલાની પ્રસ્તુતિ કરી રોજગારી મેળવવાની સાથે કલાને જીવંત રાખી શકે તે જરૂરી છે. ત્યારે પરંપરાગત માધ્યમોના કલાકારોને જન કલ્યાણકારી યોજનાઓના પ્રચાર-પ્રસાર માટે કાર્યક્રમો આપીને…
Read Moreરાજ્યમાં ડ્રગ્સ સહિત ગેરકાનૂની પ્રવૃત્તિ કરતા ઈસમો વિરુદ્ધ કડક હાથે કામગીરી કરવા ગૃહમંત્રીના આદેશ બાદ પોલીસ વિભાગ દ્વારા સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી
હિન્દ ન્યુઝ, રાજકોટ રાજ્યમાં ડ્રગ્સ સહિત ગેરકાનૂની પ્રવૃત્તિ કરતા ઈસમો વિરુદ્ધ કડક હાથે કામગીરી કરવા ગૃહમંત્રીના આદેશ બાદ પોલીસ વિભાગ દ્વારા સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી છે, ત્યારે રાજકોટ શહેરમાં પણ ડ્રગ્સ વિરોધી પ્રવૃત્તિઓ અટકાવવા નાર્કો કો-ઓર્ડીનેટર સેન્ટર (નાર્કોડ)ની બેઠકમાં ડ્રગ્સ વેચતા લોકો પર વોચ રાખવા, રેકેટ તોડવા ખાસ કોમ્બિંગ કરવા અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બગડિયાએ પોલીસ વિભાગને ખાસ સૂચના આપી હતી. ડ્રગ્સ વિરોધી જનજાગૃતિ અભિયાન હેઠળ શાળા કોલેજ ઉપરાંત ડ્રગ્સ વેચાણ સાથે જોડાયેલા જંગલેશ્વર, રૈયાધાર જેવા વિસ્તારોમાં પણ કાયદાકીય માર્ગદર્શન આપતા કાર્યક્રમો હાથ ધરવા અધિક પોલીસ કમિશનરશ્રીએ…
Read Moreરાજકોટ દ્વારા તા.૨૧ માર્ચના રોજ “વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ” ની ઉજવણી
હિન્દ ન્યુઝ, રાજકોટ ભારતીય માનક બ્યુરો, રાજકોટ દ્વારા તા.૨૧ માર્ચના રોજ “વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ” ની ઉજવણી નિમિત્તે આર.પી.જે. હોટલ ખાતે સેમિનાર યોજાયો હતો, જેમાં ગ્રાહક અધિકાર, ગ્રાહક સુરક્ષા વગેરે અંગે નિષ્ણાતોએ વક્તવ્ય આપ્યું હતું. “ટકાઉ જીવનશૈલી તરફ એક ન્યાયી સંક્રાતિ”થીમ આધારિત યોજાયેલ ઇ કાર્યક્રમમાં ભારતીય માનક બ્યુરો, રાજકોટના ડાઇરેકટર પારિજાત શુક્લાએ સ્વાગત પ્રવચનમાં કાર્યક્રમનો હેતુ, ગ્રાહકના અધિકારો, ફરજો તેમજ તેમની સુરક્ષા માટે કાર્યરત ભારતીય માનક બ્યુરો વિશે વિસ્તૃત જાણકારી આપી હતી.૭૬૯ ઉત્પાદનોમાં નિર્માણ, આયાત અથવા વેચાણ માટે બી.એસ.આઇ. દ્વારા અપાતા માનક ચિન્હ વિશે પણ જાણકારી આપી હતી.…
Read More“રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ” નાં પરિણામે અનેક નાદુરસ્ત બાળકોને નવજીવન પ્રાપ્ત થયું
હિન્દ ન્યુઝ, રાજકોટ ગુજરાત સરકારના બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમની પણ આ જ ભૂમિકા રહી છે. દરેક બાળ તંદુરસ્ત રહે તે માટે “રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ” હેઠળ ઘેર-ઘેર જઈ જઈ દરેક બાળકની આરોગ્યની તપાસ સાથે તેની ફિટનેસ ટેસ્ટ કરે છે. જેના પરિણામે બાળકનું સ્વાસ્થ્ય કાર્ડ નક્કી થતું હોય છે. આ કાર્યક્રમના પરિણામે અનેક નાદુરસ્ત બાળકોને નવજીવન મળ્યું છે. જેનો તાજેતરમાં એક કિસ્સો જોવા મળ્યો છે. રાજકોટ જિલ્લાના ધોરાજીમાં સામાન્ય પરીવારમાં બાળક યુવરાજનો જન્મ ગત વર્ષે બીજી માર્ચના રોજ થયેલો. તેના પિતા બીપીનકુમાર ચોટલીયા મજુરીકામ કરી પરિવારનો ગુજારો કરે. રાષ્ટ્રીય…
Read Moreઅમદાવાદ ખાતે વેજલપુર સ્ટાર્ટ-અપ ફેસ્ટિવલ 2.0નો શુભારંભ
હિન્દ ન્યુઝ, અમદાવાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે અમદાવાદ ખાતે વેજલપુર સ્ટાર્ટ-અપ ફેસ્ટિવલ 2.0નો ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, વેજલપુરના ધારાસભ્ય અમિતભાઈ ઠાકર તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં શુભારંભ માન. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશમાં સ્ટાર્ટ-અપ ઈકોસિસ્ટમ ડેવલપ કરવા અને યુવા ઉદ્યોગ સાહસિકોના આઈડિયાને માઈન્ડ ટુ માર્કેટ સુધી પહોંચાડવાની આગવી વ્યવસ્થા વિકસાવી છે : મુખ્યમંત્રી મુખ્યમંત્રીએ આ અવસરે વિવિધ સ્ટાર્ટ-અપ્સના સ્ટોલ્સની મુલાકાત લઈ તેમના ઇનોવેશન્સ અને આઈડિયાઝ બાબતે રસપૂર્વક માહિતી મેળવી તેમને પ્રોત્સાહિત કર્યા
Read Moreરાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગના સભ્ય ડૉ.આશા લકડાએ જામનગર જિલ્લાના પદાધિકારીઓ સાથે બેઠક યોજી
હિન્દ ન્યુઝ, જામનગર રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગના સભ્ય ડૉ.આશા લકડાએ જામનગર સર્કિટ હાઉસ ખાતે પદાધિકારીઓ અને લગત વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં તેઓએ જામનગર જિલ્લામાં અનુસૂચિત જનજાતિના લોકો માટે વિવિધ વિભાગો જેમાં શિક્ષણ, આરોગ્ય તથા જામનગર જિલ્લા પોલીસ તંત્ર દ્વારા કરાઈ રહેલ કામગીરી અને આ સમુદાયના લોકોને સરકારી યોજનાઓના વધુમાં વધુ લાભો મળી રહે અને તેઓ પણ સમાજમાં પોતાનું યોગદાન આપી શકે તે પ્રકારે કામગીરી કરવા અધિકારીઓને જણાવ્યું હતું. ત્યારબાદ તેઓએ સમરસ હોસ્ટેલની મુલાકાત લઈ વિદ્યાર્થીનીઓ સાથે સંવાદ કર્યો હતો તેમજ હોસ્ટેલની સુવિધાઓનું નિરીક્ષણ કરી જરૂરી સૂચનો…
Read Moreગીર સોમનાથ જિલ્લાના ૩૨૯ માંથી ૧૪૮ ગામડા ટી.બી. મુક્ત
આજે વિશ્વ ટીબી દિવસ હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ એક સમયે કોરોના જેવી મહામારી જાહેર થયેલી ટ્યુબરક્યુલોસિસ(ટી.બી.) સામે ગીર સોમનાથ જિલ્લા પંચાયતના જિલ્લા ક્ષય અધિકારીની કચેરીએ સિધ્ધિ હાંસલ કરી છે. ગીર સોમનાથ શહેર– જિલ્લામાં ટી.બી.ના કેસની રિકવરીમાં સફળતા મેળવી છે. વર્ષ ૨૦૨૪માં ગીર સોમનાથ જિલ્લાના ૩૨૯ ગામમાંથી ૧૪૮ ગામ ટી.બી. મુક્ત જાહેર કરવામાં આવ્યાં છે. જિલ્લા ક્ષય અધિકારી ડો.શીતલ રામે જણાવ્યું હતું કે, જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા અને જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકરના માર્ગદર્શન હેઠળ ગીર સોમનાથ જિલ્લાને ટી.બી. મુક્ત કરવા માટે એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો હતો.…
Read More