રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગના સભ્ય ડૉ.આશા લકડાએ જામનગર જિલ્લાના પદાધિકારીઓ સાથે બેઠક યોજી

હિન્દ ન્યુઝ, જામનગર

   રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગના સભ્ય ડૉ.આશા લકડાએ જામનગર સર્કિટ હાઉસ ખાતે પદાધિકારીઓ અને લગત વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં તેઓએ જામનગર જિલ્લામાં અનુસૂચિત જનજાતિના લોકો માટે વિવિધ વિભાગો જેમાં શિક્ષણ, આરોગ્ય તથા જામનગર જિલ્લા પોલીસ તંત્ર દ્વારા કરાઈ રહેલ કામગીરી અને આ સમુદાયના લોકોને સરકારી યોજનાઓના વધુમાં વધુ લાભો મળી રહે અને તેઓ પણ સમાજમાં પોતાનું યોગદાન આપી શકે તે પ્રકારે કામગીરી કરવા અધિકારીઓને જણાવ્યું હતું. 

ત્યારબાદ તેઓએ સમરસ હોસ્ટેલની મુલાકાત લઈ વિદ્યાર્થીનીઓ સાથે સંવાદ કર્યો હતો તેમજ હોસ્ટેલની સુવિધાઓનું નિરીક્ષણ કરી જરૂરી સૂચનો કર્યા હતા. આશા લકડાએ વિદ્યાર્થિનીઓને જીવનમાં ઉચ્ચ અભ્યાસ પ્રાપ્ત કરી સમાજમાં પોતાનું યોગદાન આપી નારી શક્તિને ઉજાગર કરવા માટે પ્રેરણા પુરી પાડી હતી. 

સર્કિટ હાઉસ ખાતે યોજાયેલ બેઠક અને હોસ્ટેલની મુલાકાત દરમિયાન જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ, જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ, અધિક નિવાસી કલેક્ટર બી.એન. ખેર,આદિજાતિ વિકાસ વિભાગના મદદનીશ કમિશનર એ.એસ.ખવડ, પ્રાંત અધિકારી પ્રશાંત પરમાર, અનુસૂચિત જાતિ કલ્યાણ વિભાગના નાયબ નિયામક આનંદ ખાચર વિવિધ વિભાગના અધિકારીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. 

Related posts

Leave a Comment