હિન્દ ન્યુઝ, બોટાદ બોટાદ જિલ્લાના વાહન ખરીદનારોને મોટરીંગ પબ્લીક જોગ જણાવવાનું કે, આગામી તા. ૨૬/૦૩/૨૦૨૫થી નોન ટ્રાન્સપોર્ટ ટુ વ્હીલર GJ33M તથા GJ33J, ફોર વ્હીલર GJ33K તથા GJ33F તેમજ ટ્રાન્સપોર્ટની સીરીઝ GJ33T સીરીઝના પસંદગી સિલ્વર ગોલ્ડન પસંદગી નંબરોનું ઓનલાઈન એપ્લીકેશન ઈ-ઓક્શનથી ફાળવવામાં આવશે. જેથી જેમનું વાહન ખરીદ્યાને ૩૦ દિવસ થયા હોય કે નવું વાહન ખરીદવાનું હોય તેની ઓનલાઈન રજીસ્ટર એપ્લીકેશન કરી ફી તથા કર ભરપાઈ કરી એઆરટીઓ કચેરી બોટાદ પસંદગી નંબરનું ઓનલાઈન ટેન્ડર બીડ ભરી ઈ-ઑક્શન માં ભાગ…
Read MoreDay: March 20, 2025
ખેડૂત તાલીમ કેન્દ્ર, ભાવનગર ખાતે પાક ઉત્પાદકતા વધારવા અંગે યોજાયેલ બે દિવસીય ખેડૂત તાલીમ સંપન્ન
હિન્દ ન્યુઝ, ભાવનગર ખેડૂત તાલીમ કેન્દ્ર ખાતે ભાવનગરની સેન્ટ્રલ વેરહાઉસ કોર્પોરેશનની કચેરી દ્વારા પાક ઉત્પાદકતા વધારવા, પાક કાપણી બાદ તેના સંગ્રહ અને નુકશાન ઘટાડવાના વૈજ્ઞાનિક ઉપાયો“ અંગે બે દિવસીય ખેડૂત તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમમાં ભાવનગર, શિહોર અને ઘોઘા તાલુકાના ૪૫ જેટલાં ખેડૂતોએ ઉપસ્થિત રહી તાલીમ મેળવી હતી. ભાવનગર સેન્ટ્રલ વેરહાઉસ કોર્પોરેશન ગોડાઉન મેનેજરશl પી. કે. દાસે સેન્ટ્રલ વેરહાઉસ કોર્પોરેશનની કામગીરી અને “કૃષિ સંવર્ધન તાલીમ પ્રોગ્રામ” અંગે ખેડૂતોને માહિતગાર કર્યા હતા. ખેતી અધિકારી ડૉ. પ્રતિક પરમારે પાકની ઉત્પાદકતા વધારવા નવીનત્તમ ટેકનોલોજી અને વૈજ્ઞાનિક પધ્ધતિ તેમજ પાક…
Read Moreભાવનગર યુનિવર્સિટી કૅમ્પસ ખાતે તા. ૨૧ માર્ચના રોજ રોજગાર ભરતીમેળા નું આયોજન
હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગર યુનિવર્સિટી રોજગાર માહિતી અને માર્ગદર્શન કેન્દ્ર દ્વારા તા.૨૧-૦૩-૨૦૨૫ શુક્રવારના રોજ સવારે ૧૦:૩૦ કલાકે યુનિવર્સિટી રોજગાર માહિતી અને માર્ગદર્શન કેન્દ્ર, બીજો માળ, આઈ,ક્યુ,એ,સી બિલ્ડીંગ, લાઈબ્રેરી સામે, ભાવનગર યુનિવર્સિટી કેમ્પસ ખાતે ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે . આ ભરતીમેળામાં ખાનગીક્ષેત્રનાં અંદાજિત ૨ એકમમાં કવોલિટી કંટ્રોલ, એક્ઝિક્યુટિવ આસી., પ્રોડક્શન સુપરવાઈઝર, ફેકટરી સુપરવાઈઝર, સેલ્સ પર્સન, માર્કેટીગ પર્સન. સેલ્સ એક્ઝિક્યુટિવની જગ્યા ભરવાની છે. જેમાં ૧૨ પાસ, ગ્રેજ્યુએટ, એમ.એસ.સી, એમ.બી.એ, એમ.સી.એ, એમ.કોમ, એમ.એ, પી.જી.ડી.સી.એ, પોસ્ટ ગ્રેજ્યુએટ અને બી.ઈ ની શૈક્ષણિક લાયકાત ધરાવતા રોજગારવાચ્છુઓએ ઇન્ટરવ્યુ માટે રિઝ્યુમની નકલો સાથે સ્વખર્ચે ઉપસ્થિત…
Read Moreભારતીય સેનામાં અગ્નિવીર સહિત વિવિધ કેડરમાં જોડાવા,અરજી કરવા ઓફીશીયલ વેબસાઇટની મુલાકાત લેવી
હિન્દ ન્યુઝ, ભાવનગર ભારતીય સેનાની વિવિધ જગ્યાઓ માટે જાહેરાત પ્રસિધ્ધ કરવામાં આવી છે. જેમાં અપરણિત મહિલા ઉમેદવારો માટે અગ્નિવીર જનરલ ડ્યૂટી (વુમન મિલીટરી પુલિસ) તેમજ પુરૂષ ઉમેદવારો માટે સિપોઈ ફાર્મા, નર્સિંગ આસિસ્ટંટ, હવાલદાર, જુનિયર કમિશન ઓફીસર અને રિલીજીયસ ટીચર જેવી વિવિધ જગ્યાઓ ભરવામાં આવશે.જેની લઘુત્તમ શૈક્ષણિક અને શારીરિક લાયકાતની માહિતી તેમજ ઓનલાઈન અરજી કરવા માટે ઓફીશીયલ વેબસાઈટ www.joinindianarmy.nic.in ની મુલાકાત લેવી, તેમ ભાવનગર જિલ્લા રોજગાર કચેરીની અખબારી યાદીમાં જણાવ્યું છે.
Read Moreભાવનગરમાં આવેલ સેન્સીટીવ ઝોન ખાતે પરવાનગી વગર ડ્રોન ઉડાવવાં પર પ્રતિબંધ
હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગર જિલ્લામાં આવેલ સેન્સેટીવ ઝોન અથવા વાઈટલ ઈન્સ્ટોલેશનો જેવા કે, આઈ.ઓ.સી.-એલ.પી.જી. રીલીંગ બોટલીંગ પ્લાન્ટ તગડી, નવું ફિલ્ટર ભાવનગર, જુનું ફિલ્ટર ભાવનગર, મોબાઈલ ટેલીફોન એક્ષચેન્જ, રેલ્વે સ્ટેશન વર્કશોપ ભાવનગર, ટેલીફોન એક્ષચેન્જ પાનવાડી ભાવનગર, જેટકો સબ સ્ટેશન ભાવનગર, ભાવનગર એરપોર્ટ, ટી.વી. રીલે સેન્ટર ભાવનગર, સ્ટીલ જેટી નવા બંદર, ફુડ ગોડાઉન જુના બંદર, આઈ.ઓ.સી.ડેપો જુના બંદર, હેડ પોસ્ટ ઓફીસ ભાવનગર, ટ્રાન્સમીશન સ્ટેશન ચાવડી ગેટ, જેટકો સબ સ્ટેશન વરતેજ, ઘોઘા બંદર, શીપ બ્રેકીંગ યાર્ડ અલંગ, ટેલીફોન એક્ષચેન્જ તળાજા, જેટકો સબ સ્ટેશન તળાજા, જેટકો સબ સ્ટેશન નેસવડ, મહુવા બંદર, ટેલીફોન…
Read Moreઅગ્નિવીર આર્મી ભરતી રેલી માટે ઓનલાઈન પસંદગી કસોટી યોજાશે
હિન્દ ન્યુઝ, આણંદ ભારતીય લશ્કરમાં ઉજ્જવળ અને ગૌરવશીલ કારકિર્દી બનાવવા માંગતા યુવાનો માટે આર્મી ભરતી કાર્યાલય દ્વારા અગ્નીવીર આર્મી ભરતી રેલી (૨૦૨૫- ૨૦૨૬)ની પસંદગી કસોટી માટે ઓનલાઈન ફોર્મ ભરવા બાબતે આયોજન કરવામાં આવ્યું છે. આ લશ્કરી ભરતી મેળામાં અગ્નીવીર જનરલ ડયુટી, અગ્નીવીર ટેક્નિકલ, અગ્નિવિર ક્લાર્ક/ સ્ટોરકીપર ટેકનીકલ ધોરણ ૧૨ પાસ માટે, અગ્નીવીર ટ્રેડમેન ધોરણ ૮ પાસ તથા ૧૦ પાસ માટે વિવિધ કક્ષા પર ભરતી યોજાવાની છે. આ ભરતી રેલીમાં ભાગ લેવા માટે વયજૂથ મર્યાદા તારીખ ૦૧/૧૦/૨૦૦૪ થી તારીખ ૦૧/૦૪/૨૦૦૮ની વચ્ચે જન્મેલા ફક્ત અપરણિત પુરુષ ઉમેદવારો પાસેથી http://www.joinindianarmy.nic.in આ…
Read Moreવાહનના પસંદગીના નંબરો મેળવવા ઓકસનમાં રજીસ્ટ્રેશન કરાવો
હિન્દ ન્યુઝ, આણંદ એ.આર.ટી.ઓ.કચેરી આણંદ દ્વારા મોટરીંગ પબ્લીકની સગવડતા માટે પસંદગી નંબરનું ઓનલાઇન RE AUCTION શરૂ કરવામાં આવેલ છે. જેમાં નોન ટ્રાન્સપોર્ટ વાહનોમાં મોટર સાયકલ સીરીઝ GJ23 DY, DZ, EA, EB, EC, ED અને EE તથા LMV સીરીઝ શરૂ GJ-23-CA, CB, CC, CD, CE, CF, CG અને CH શરૂ કરવામાં આવેલ છે. 3W પેસેન્જર તેમજ ગુડ્ઝ પ્રકારના વાહન માટે GJ-23-AV સીરીઝ અને HGV પ્રકારના વાહન માટે GJ-23-AW સીરીઝ શરૂ કરવામાં આવેલ છે. પસદગી નંબર મેળવવાની ઇચ્છા ધરાવનાર વાહન માલીકોએ તેઓના વાહનની રજીસ્ટ્રેશન ફી ભરપાઈ કર્યા પછી ઓનલાઇન http://parivahan.gov.in/fancy વેબ…
Read Moreઆણંદ જિલ્લામાં જૂના મોબાઇલ લે-વેચ કરનાર વેપારીઓએ રજિસ્ટર નિભાવવાનું રહેશે
હિન્દ ન્યુઝ, આણંદ આણંદ જિલ્લામાં નવા-જૂના મોબાઇલ/હેન્ડસેટ લે-વેચ કરનાર તથા સીમકાર્ડ વેચનાર વેપારીઓને આણંદના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ આર. એસ. દેસાઈએ તેમને મળેલ સત્તાની રૂએ એક જાહેરનામા દ્વારા રજિસ્ટર નિભાવવા હુકમ કરેલ છે. આ જાહેરનામા મુજબ નવા-જૂના મોબાઇલ/હેન્ડસેટ લે-વેચ કરનાર તથા સીમકાર્ડનું વેચાણ કરતા વેપારીઓએ મોબાઇલ લેતાં પહેલાં તેમના રજિસ્ટરમાં મોબાઇલ વેચનારનું તથા જુના મોબાઇલ વેચતી વખતે મોબાઇલ ખરીદનાર તથા વેચનારની ઓળખ અંગેની તમામ વિગતો ફરજીયાતપણે નોંધવાની રહેશે તથા તે માટે અલગ અલગ રજિસ્ટર નિભાવવાના રહેશે, જે મુજબ નવા મોબાઇલ/હેન્ડસેટ વેચાણનું રજીસ્ટર, જુના મોબાઇલ ખરીદવા અંગેનું રજિસ્ટર, જુના મોબાઇલ…
Read Moreઆણંદ જિલ્લામાં વાહનોની લે-વેચ કરનાર બ્રોકર/એજન્ટોએ નિયત રજીસ્ટર નિભાવવાનું રહેશે
હિન્દ ન્યુઝ, આણંદ આણંદ જિલ્લામાં સાયકલ, થ્રી વ્હીલર, ટુ વ્હીલર, ફોર વ્હીલર તથા વિદ્યુતથી ચાલતાં વાહનો સહિતના તમામ વાહનોની લે-વેચ કરનાર, બ્રોકર, કમિશન એજન્ટ તેમજ ભાડે આપનાર વેપારીઓને આણંદના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ ઋતુરાજ દેસાઈએ તેમને મળેલ સત્તાની રૂએ એક જાહેરનામા દ્વારા રજીસ્ટર નિભાવવા હુકમ કરેલ છે. આ જાહેરનામા મુજબ આણંદ જિલ્લાના વાહનો વેચનાર, લે-વેચ કરનાર, બ્રોકરો/કમિશન એજન્ટો તેમજ ભાડે આપનાર વેપારીઓએ ગ્રાહક પાસેથી તેમજ ભાડે રાખનાર પાસેથી ઓળખના પૂરતા પૂરાવા લઈને જ ખરીદ-વેચાણ કે ભાડે આપવાનું રહેશે તેમજ આ અંગેનું રજીસ્ટર નિભાવવાનું રહેશે. આવા વેપારીઓ, બ્રોકરો કે કમિશન…
Read Moreસાયબર કાફેની મુલાકાત લેતા દરેક વ્યકિત/બ્રાઉઝરનું રજીસ્ટર નિભાવવા અંગે જાહેરનામું પ્રસિદ્ધ કરાયું
હિન્દ ન્યુઝ, આણંદ આણંદના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ ઋતુરાજ દેસાઈએ તેમને મળેલ સત્તાની રૂએ આણંદ જિલ્લાના સાયબર કાફે માલિક, સંચાલક કે નોકરને સાયબર કાફેની મુલાકાત લેતા દરેક વ્યકિત/બ્રાઉઝરનું રજીસ્ટર નિભાવવા એક જાહેરનામા દ્વારા હુકમ કરેલ છે. આ જાહેરનામામાં જણાવ્યા મુજબ આણંદ જિલ્લામાં આવેલ સાયબર કાફેના માલિક, સંચાલક કે નોકરે સાયબર કાફેની મુલાકાત લેતા દરેક વ્યકિત/બ્રાઉઝર પાસેથી જરૂરી માહિતી મેળવીને નિયત નમુનાનું રજીસ્ટર નિભાવી તેની ફ૨જીયાત જાળવણી કરવાની રહેશે. આ રજીસ્ટરમાં કોમ્પ્યુટર નંબર, વપરાશકર્તા/બ્રાઉઝરનું નામ, સરનામું, ઉંમર, સ્ત્રી કે પુરૂષ, મોબાઇલ નંબર, ઈ-મઈલ એડ્રેસ, સહી, સાઈબર કાફેમાં દાખલ થયા સમય,…
Read More