હિન્દ ન્યુઝ, ભાવનગર
ખેડૂત તાલીમ કેન્દ્ર ખાતે ભાવનગરની સેન્ટ્રલ વેરહાઉસ કોર્પોરેશનની કચેરી દ્વારા પાક ઉત્પાદકતા વધારવા, પાક કાપણી બાદ તેના સંગ્રહ અને નુકશાન ઘટાડવાના વૈજ્ઞાનિક ઉપાયો“ અંગે બે દિવસીય ખેડૂત તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમમાં ભાવનગર, શિહોર અને ઘોઘા તાલુકાના ૪૫ જેટલાં ખેડૂતોએ ઉપસ્થિત રહી તાલીમ મેળવી હતી.
ભાવનગર સેન્ટ્રલ વેરહાઉસ કોર્પોરેશન ગોડાઉન મેનેજરશl પી. કે. દાસે સેન્ટ્રલ વેરહાઉસ કોર્પોરેશનની કામગીરી અને “કૃષિ સંવર્ધન તાલીમ પ્રોગ્રામ” અંગે ખેડૂતોને માહિતગાર કર્યા હતા.
ખેતી અધિકારી ડૉ. પ્રતિક પરમારે પાકની ઉત્પાદકતા વધારવા નવીનત્તમ ટેકનોલોજી અને વૈજ્ઞાનિક પધ્ધતિ તેમજ પાક સંગ્રહ, તેનું મહત્વ અને પાક સંગ્રહ દરમ્યાન થતા નુકશાનને અટકાવવાના ઉપાયો અંગે જરૂરી માર્ગદર્શન પુરું પાડ્યું હતું.
ફુડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (એફ.સી.આઇ.)ની પ્રવૃતિઓ અંગે, ભાવનગરની એફ.સી.આઇ.ના પારસમણી પ્યાસી દ્વારા અને પાક ઉત્પાદન વધારવા ચાવીરૂપ મુદ્દાઓ અંગે નાયબ ખેતી નિયામક (તાલીમ) જે.એન.પરમારે પ્રાકૃતિક કૃષિ અંગેની જરૂરી માહિતી આપી હતી.
આ તાલીમ દરમિયાન ખેડૂતોને સેન્ટ્રલ વેરહાઉસ કોર્પોરેશનના ગોડાઉનની મુલાકાત કરાવી, પ્રત્યક્ષ નિદર્શન દ્વારા અનાજ, કઠોળ વગેરે સગ્રહ કરવા બાબતે માહિતગાર કરવામાં આવ્યા હતાં.
આ વેળાએ ભાવનગરના સેન્ટ્રલ વેરહાઉસ કોર્પોરેશનની કચેરીના અધિકારીઓ- કર્મચારીઓ ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.
