હિન્દ ન્યુઝ, આણંદ પેટલાદ ખાતે રૂપિયા ૩૧ કરોડના ખર્ચે નિર્માણ પામેલ સરદાર વલ્લભભાઈ પટેલ રેલવે ઓવર બ્રિજનું લોકાર્પણ કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પેટલાદના આંગણે પધાર્યા હતા. આ પ્રસંગે પેટલાદના સ્થાનિક રહેવાસી ૩૬ વર્ષીય દિવ્યાંગ હર્ષુલ મુકેશભાઈ ચોકસીને સેરેબલ પલસી એટલે કે જન્મજાત માનસિક બિમારી છે. તેમને મુખ્યમંત્રીને મળવાની ઇચ્છા હતી. જોગાનુજોગ આજે મુખ્યમંત્રી પેટલાદ ખાતે ઘરઆંગણે રેલ્વે ઓવર બ્રિજનું લોકાર્પણ કરવા આવી રહ્યા છે, તેવા સમાચાર સાંભળતા તેઓ ખૂબ ઉત્સાહિત થયા હતા. તેમના ઉત્સાહને ધ્યાને લઈ મુકેશભાઈના માતા – પિતા તેમને વ્હીલચેરમાં બેસાડી લોકાર્પણ કાર્યક્રમના સ્થળે લઈને આવ્યા હતા. …
Read MoreMonth: April 2025
ફાટક મુક્ત ગુજરાતની વિભાવનાને ચરિતાર્થ કરતા વધુ એક બ્રિજનું લોકાર્પણ કરતાં મુખ્યમંત્રી
હિન્દ ન્યુઝ, આણંદ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે નડિયાદ-પેટલાદ-ખંભાત રસ્તા પર પેટલાદની કોલેજ ચોકડી પાસે રૂપિયા ૩૧ કરોડના ખર્ચે નિર્માણ પામેલ સરદાર વલ્લભભાઈ પટેલ રેલવે ઓવર બ્રિજનું લોકાર્પણ કર્યું હતું. આ રેલ્વે ઓવર બ્રિજનું નિર્માણ થવાથી પેટલાદ તાલુકાના પેટલાદ, પાડગોલ, મહેળાવ, બાંધણી, પોરડા, વિશ્નોલી, વટાવ, રંગાઈપુરા, દાવલપુરા, શાહપુરા, જોગણ, ખડાણા, શેખડી, ધર્મજ જેવા ગામોની અંદાજિત ૧.૨૨ લાખની જનસંખ્યાને સીધો લાભ મળશે. ફાટક મુક્ત ગુજરાતની વિભાવનાને ચરિતાર્થ કરતા વધુ એક બ્રિજનું તકતી અનાવરણ દ્વારા લોકાર્પણ કરતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે, પેટલાદ અને તેની આસપાસના તાલુકા વિસ્તારના પ્રજાજનોને આ…
Read Moreમુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું પેટલાદ હેલિપેડ ખાતે ઉષ્માસભર સ્વાગત કરાયું
હિન્દ ન્યુઝ, આણંદ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પેટલાદ ખાતે નવનિર્મિત સરદાર વલ્લભભાઈ પટેલ રેલવે ઓવરબ્રિજના લોકાર્પણ કાર્યક્રમમાં પધાર્યા હતા. આ પ્રસંગે પેટલાદ હેલીપેડ ખાતે મુખ્યમંત્રીનું આણંદ જિલ્લાના પદાધિકારીઓ તથા અધિકારીઓએ સ્વાગત કર્યું હતું આ વેળાએ નાયબ મુખ્ય દંડક રમણભાઈ સોલંકી, સાંસદ મિતેષભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ હસમુખભાઈ પટેલ,ધારાસભ્ય સર્વ કમલેશભાઈ પટેલ, યોગેશભાઈ પટેલ, વિપુલભાઈ પટેલ, ચિરાગભાઈ પટેલ, જિલ્લા કલેક્ટર પ્રવિણ ચૌધરી, જિલ્લા વિકાસ અધિકારી સુ. દેવાહુતિ, જિલ્લા પોલીસ અધિક્ષક ગૌરવ જસાણી, પેટલાદ મદદનીશ કલેક્ટર હિરેન બારોટ સહિત જિલ્લા અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
Read Moreકૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ દ્વારા સર્કિટ હાઉસ જામનગર ખાતે લોકસંપર્ક યોજાયો
હિન્દ ન્યુઝ, જામનગર રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના મંત્રી રાઘવજીભાઇ પટેલે જામનગર સર્કિટ હાઉસ ખાતે લોકસંપર્ક યોજી ઉપસ્થિત રહેલ નાગરિકોના પ્રશ્નો તથા રજૂઆતો સાંભળી હતી.તેમજ નાગરિકો દ્વારા કરવામાં આવેલ રજૂઆતો ધ્યાને લઈ સત્વરે તે અંગે યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ જણાવ્યું હતું.મંત્રીશ્રી દ્વારા યોજવામાં આવેલ આ લોકસંપર્ક કાર્યક્રમમાં જામનગર શહેર તથા ગ્રામ્ય વિસ્તારોમાંથી બહોળી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા તેમજ તેઓએ પોતાની રજૂઆત મંત્રીશ્રી સમક્ષ મૂકી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, કૃષિમંત્રી દ્વારા જાહેર જનતા સાથે સંવાદ સેતુ સાધવા આ પ્રકારના…
Read Moreબેરાજા જગા-મેડી રોડ પર રૂ.પાંચ કરોડના ખર્ચે નિર્મિત થનાર મેજર બ્રિજનું ખાતમુહૂર્ત કરતાં કૃષિ મંત્રી રાધવજીભાઈ પટેલ
હિન્દ ન્યુઝ, જામનગર રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સઉદ્યોગ, ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે બેરાજા, જગા-મેડી રોડ પર આવેલ જગેડી નદી પર અંદાજિત રૂ.પાંચ કરોડના ખર્ચે નિર્મિત થનાર મેજર બ્રિજનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું કે આ વિસ્તારના અનેક ગામોની વર્ષો જૂની માંગણીને સરકારે સ્વીકારી જગેડી નદી પરના મેજર બ્રિજની રૂ.પાંચ કરોડના ખર્ચે મંજૂરી આપી છે.આ કામ પૂર્ણ થયે પસાયા, બેરાજા, જગા-મેડી, સપડા સહિતના ગામોને ચોમાસા દરમિયાન આવાગમનમાં પડતી મુશ્કેલીઓનો અંત આવશે.આ પ્રકારના કામો મંજુર કરી ગ્રામીણ ક્ષેત્રે પ્રાથમિક…
Read Moreજામનગર જિલ્લામાં આગામી તા.૨૨ એપ્રિલ સુધી “પોષણ પખવાડીયા” ની ઉજવણી કરાશે
હિન્દ ન્યુઝ, જામનગર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા તા.૮ માર્ચ ૨૦૧૮ ના રોજ પોષણ અભિયાનનો રાષ્ટ્રવ્યાપી શુભારંભ કરવામાં આવેલ.જે અંતર્ગત મહિલા અને બાળ વિકાસ મંત્રાલય, ભારત સરકાર દ્વારા દર વર્ષે માર્ચ માસમાં જનજાગૃતિ માટે ‘‘પોષણ પખવાડીયા”ની ઉજવણી કરવામાં આવે છે. જેના ભાગરૂપે જામનગર જિલ્લામાં પણ આગામી તા.૨૨ એપ્રિલ ૨૦૨૫ સુધી “પોષણ પખવાડીયા” ની ઉજવણી કરવામાં આવનાર છે. જેના સુચારૂ આયોજન માટે જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને બેઠકનું આયોજન કરાયું હતુ.સાથે જ બેઠકમાં સૌએ પોષણ પખવાડિયા અંગેના શપથ ગ્રહણ કર્યા હતા. ચાલુ વર્ષે ‘પોષણ પખવાડા-૨૦૨૫’ દરમ્યાન વિવિધ પ્રવૃતિઓનું આયોજન…
Read Moreસાવરકુંડલા તાલુકાના જાંબુડા ગામમાં મારુતિ યજ્ઞનું આયોજન
હિન્દ ન્યુઝ, અમરેલી સાવરકુંડલા તાલુકાના જાંબુડા ગામ પાસે આવેલ શ્રી ડેડકડા હનુમાનજી નાં મંદિરમાં મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવેલ. આ યજ્ઞમાં આચાર્ય તરીકે પુજારી શ્રી ચંદ્રકાંત દાદા બિરાજેલ તેમજ મંદિરના પૂજારી શ્રી મનસુખ બાપુ અને ગામના આગેવાનો, મોટી સંખ્યામાં ભક્તો પણ ઉપસ્થિત રહ્યા હતા. આ ધાર્મિક પ્રસંગમાં સહભાગી થયા બાદ દર્શન અને પ્રસાદીનો લાભ લઇ ધન્યતા અનુભવી. રિપોર્ટર : અશોક મહેતા, અમરેલી
Read Moreબોટાદ ખાતે ભારત રત્ન ડૉ.બાબા સાહેબ આંબેડકર જન્મજયંતિ નિમિત્તે નિઃશુલ્ક સર્વ રોગ નિદાન કેમ્પ યોજાયો
હિન્દ ન્યુઝ, બોટાદ બોટાદના ઢાંકણીયા રોડ ખાતે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકર જન્મજયંતિ નિમિત્તે નિઃશુલ્ક સર્વ રોગ નિદાન કેમ્પ રાખવામાં આવેલ. આ કેમ્પમાં ડોક્ટર નિખિલભાઇ કણઝરીયા તેમજ ડોક્ટર ધ્રુવિલભાઈ વાળા ઓએ પોતાની સેવા આપી માનવધર્મ ને યથાવત રાખ્યો હતો. તેમાં મોટી સંખ્યામાં બાળકો, બહેનો, ભાઈઓ એ લાભ લીધો. રિપોર્ટર : વિજય કુકડિયા, બોટાદ
Read Moreતળાજા તાલુકાના ગઢુલા ગામ ખાતે 51 કુંડી ગાયત્રી મહાયજ્ઞનું આયોજન
હિન્દ ન્યુઝ, તળાજા ભાવનગર તળાજાનાં ગઢુલા ગામ ખાતે સમસ્ત ઢાપા પરિવારનાં ખેતરપાળ દાદાનાં સાનધ્યમાં ચૈત્ર સુદ પૂનમ નિમિત્તે 51 કુંડી ગાયત્રી મહાયજ્ઞ પાટોત્સવ ઉજવાયો. જેમાં સમગ્ર ઢાપા પરિવાર ખૂબ મોટી સંખ્યામાં દર્શન કાજ પધાર્યા તેમજ મહા પ્રસાદી લઈ ધન્યતા અનુભવી. તા. 11/04/2025 ની રાત્રિ દરમિયાન તોરણીયા રામામંડળ દ્વારા આખ્યાન નું આયોજન કરવામાં આવેલું હતું. રિપોર્ટર : લાલજી ઢાપા, ભાવનગર
Read Moreદેવભૂમિ દ્વારકામાં ભગવાનશ્રી કૃષ્ણ અને રાણી રુક્મણીજીના ભવ્ય વિવાહ સત્કાર સમારોહનું આયોજન કરાયું
હિન્દ ન્યુઝ, જામનગર માધવપુર ઘેડના મેળા પાંચમાં દિવસે ભગવાન શ્રી કૃષ્ણ અને રુક્મણીજી વિવાહને સત્કારવા માટે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ અને જિલ્લા વહીવટી તંત્ર દેવભૂમિ દ્વારકાના સયુંકત ઉપક્રમે સર્કિટ હાઉસ પાછળના મેદાન ખાતે ભવ્ય સત્કાર સમારોહ યોજાયો હતો. આ સત્કાર સમારોહમાં પ્રવાસનમંત્રી મુળુભાઈ બેરાએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય કક્ષાનું બહુમાન ધરાવતો માધવપુરનો મેળો આધુનિક યુગમાં પ્રાચીન પરંપરાઓને ઉજાગર કરે છે. માધવપુરથી નીકળેલી ભગવાનની જાનને સત્કારવા માટે ગાંધવી(હર્ષદ) થી રુક્મણીજી મંદિર સુધી બાળકોથી માંડી વયોવૃદ્ધ દ્વારા શોભાયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. માધવપુરમાં યોજાતી વર્ષો જૂની મેળાની પરંપરા…
Read More