હિન્દ ન્યુઝ, દીવ
દીવ જીલ્લાના કલેકટર રાહુલ દેવ બૉરા ના માર્ગદર્શન હેઠળ આરોગ્ય વિભાગ, દીવ દ્વારા વિશ્વ ટીબી દિવસ ની ઉજવણી કલેક્ટર કચેરી ખાતે 24 માર્ચ 2025 ના રોજ કરવામાં આવેલ. ટીબી નિર્મૂલન કાર્યક્રમ અંતર્ગત 7 ડિસેમ્બર 2024 ના રોજ શરૂ થયેલ ૧૦૦ દિવસીય સઘન ટીબી કેમ્પૈઈન ની પૂર્ણાહુતિ કરવામાં આવેલ અને 2024 દરમ્યાન જે પંચાયતો ટીબી ને અંકુશ માં લાવવામાં સમર્થ રહેલ અને ભારત સરકાર ના નિયત કરેલ પરિમાણ હાંસલ કરેલ તેમને સર્ટીફીકેટ અને ગાંધી પ્રતિમા આપી સ્માનિત કરાયેલ.

દીવ જિલ્લા ની 8 પંચાયત માંથી 2 પંચાયત વણાકબારા અને બુચરવાળા ને ‘સિલ્વર મેડલ સર્ટિફિકેટ’ મળેલ અને 5 પંચાયત સાઉદવાદી, શાહિદ ભગતસિંહ, રાણી લક્ષ્મી બાઈ, સરદાર વલ્લભભાઈ પટેલ અને મહારાણા પ્રતાપ ને ‘બ્રોન્ઝ મેડલ સર્ટિફિકેટ’ મળેલ. સાથે કલેકટર શ્રી દ્વારા આરોગ્ય વિભાગના કર્માંચારીઓને (આશા, એ એન એમ, BHW, સી એચ ઓ, ટીબી વિભાગના સ્ટાફ) ને ડાયરી વિતરણ કરી સમાંનીત કરવામાં આવેલ. હજાર રહેલ સર્વોએ દીવ જિલ્લાને ટીબી મુક્ત કરવામાટે શાપત લીધેલ.

ડૉ. એ.કે.સિંઘ આરોગ્ય અધિકરી ના જણાવ્યા મુજબ ટીબી જેવી સંસર્ગ બીમારી હવાના માધ્યમથી એક વ્યક્તી થી બીજા વ્યક્તી માં ફેલાય છે. જો કોઈ ને બે અઠવાડીયા કરતા વધુ ખસી/ તાવ, વિના કારણ વજન ઘટવો, રાત્રીના પરસેવો, ભૂખ ના લાગવી, ખુબજ થાક લાગવો જેવા લક્ષણ જણાઈ તો આરોગ્ય કર્મચારીને જાણ કરવી અને સરકારી હોસ્પિટલ માં નિદાન કરાવવું. પ્રશાસન દ્વારા નિશુલ્ક ગળફાની જાંચ / x-ray કરી નિદાન કરવામાં આવે છે અને જો કોઈ વ્યક્તી ટીબી સક્રમિત જણાઈ તો નિઃશુલ્ક દવા ચાલુ કરવામાં આવે છે. સરકાર દ્વારા ટીબી સક્રમિત વ્યક્તિ ને દવા ચાલુ હોઈ ત્યાં સુધી મહીને રુ. ૧૦૦૦/- ની પોષણ માટે સહાય આપવામાં આવે છે. અને નીક્ષય મિત્ર દ્વારા પણ મહિને પોષણ કીટ પ્રદાન કરવામાં આવે છે.
રિપોર્ટર : વિજયલક્ષ્મી પંડ્યા, દીવ
