હિન્દ ન્યુઝ, ભાવનગર
સરકારની ગામઠાણ (આબાદી એરીયા) યોજના અંતર્ગત ભાવનગર જિલ્લાના ગામડાઓમાં પ્રોપર્ટી કાર્ડ બનાવવાની યોજના કાર્યરત છે. જે અંતર્ગત ૪૯ ગામો ભાવનગર જિલ્લામાંથી ભાવનગર તાલુકાના હાથબ, કોળિયાક, ખડસલીયા, પાલીતાણા તાલુકાના નોંધણવદર, નાની રાજસ્થળી, ઘેટી, ઠાડચ, વાળુકડ, મોખડકા, મોટી પાણિયાળી, સિહોર તાલુકાના આંબલા, દેવગણા, વરલ, સણોસરા, ટાણા, ગારીયાધાર તાલુકાના વેળાવદર, મોટી વાવડી, પરવડી, તળાજા તાલુકાના અલંગ-સોસિયા, ઠલીયા, ખદડપર, દેવલી, પાવઠી, સરતાનપર, રાજપરા-૧, કેરાળા, રેલીયા ગઢુલા, ત્રાપજ, દાઠા, ઘોઘા તાલુકાના મોરચંદ, તણસા, વાળુકડ, મહુવા તાલુકાના ખરેડ, બીલડી, માળવાવ, તરેડ, મોટા ખુટવડા, કળસાર, ભાદ્રોડ, કતપર, વડલી, બગદાણા, નેસવડ, જેસર તાલુકાના બીલા, જેસર, ઉમરાળા તાલુકાના ચોગઠ, લીમડા, વલ્લભીપુર તાલુકાના ચમારડી, પાટણા પસંદ કરવામાં આવેલ છે. હાલ પાટણા, ચમારડી, હાથબ, વડલી તથા નેસવડમાં માપણી કામગીરી બાદની પુરાવા એકત્ર કરવાની કામગીરી જિલ્લા નિરીક્ષક જમીન દફતર કચેરી ભાવનગર ના માર્ગદર્શન હેઠળ ચાલી રહી છે. પુરાવા એકત્ર કરવા માટે આ પાંચેય ગામોમાં બે વખત નોટીસ વિતરણ કરવા છતાં મિલકતધારકો દ્વારા મિલકતના આવશ્યક આધાર પુરાવા રજુ કરેલ નથી તેમજ જે રજુ કરેલ છે તે અપુરતા હોય તે માટે જિલ્લા નિરીક્ષક જમીન દફતર કચેરી ભાવનગર દ્વારા વાપ્કોસ એજન્સીથી કેમ્પ યોજાનાર છે. તદ્દઅંતર્ગત જે મિલકતધારકો પાસે પોતાની મિલકત પરત્વેના આધાર પુરાવાઓ જેમ કે મિલકતના લેખ, સનદ, દાખલા, ગામ નમુના નં.ર, બીનખેતી થયેલ હોય તો હુકમ, એન.એ. પ્લાન તથા દસ્તાવેજની ઝેરોક્ષ અથવા કોઈ પુરાવા ના હોય તો પંચાયતના આકારણી રજીસ્ટરનો દાખલો લઈને હાજર રહેવાનું રહેશે. જેમાં તા.૧૦-૦૧-૨૦૨૨નાં રોજ વલ્લભીપુર તાલુકામાં પાટણા ખાતે, તા ૧૧-૦૧-૨૦૨૨નાં રોજ ચમારડી ખાતે, તા.૧૨-૦૧-૨૦૨૨નાં રોજ ભાવનગર તાલુકાનાં હાથબ ગામ ખાતે, તા.૧૭-૦૧-૨૦૨૨ના રોજ મહુવા તાલુકાનાં વડલી ગામે અને તા.૧૮-૦૧-૨૦૨૨નાં રોજ નેસવડ કાર્યક્રમ યોજાનાર છે. આ પાંચેય ગામે સરકારી કામમાં સહયોગ આપવા જિલ્લા નિરીક્ષક જમીન દફતર કચેરી વનગર દ્વારા અપીલ કરવામાં આવે છે.
બ્યુરો ચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી