રાજકોટ શહેરમાં દૂરદર્શન કેન્દ્ર આજીડેમ પાસે બિનવારસી બેગ મળી

રાજકોટ,

રાજકોટ શહેર ખાતે તા.૧૧/૯/૨૦૨૦ ના આજરોજ ૧૦:૧૩ કલાકે રાજકોટ શહેર દૂરદર્શન કેન્દ્ર આજીડેમ પાસે બિનવારસી બેગ મળી આવતા, આજીડેમ સિક્યુરિટી અધિકારી દ્વારા પોલીસ કંટ્રોલરૂમને ૧૦:૧૩ કલાકે જાણ કરતા, કંટ્રોલ ઇન્ચાર્જ દ્વારા ઉપરી અધિકારીઓ તથા આજીડેમ પોલીસ, D.C.B, S.O.G, B.D.D.S, Traffic તથા ફાયરબ્રિગેડ ને તાત્કાલિક જાણ કરતા તમામ અધિકારીઓ કર્મચારીઓ દૂરદર્શન કેન્દ્ર ખાતે પહોંચી વિસ્તાર કોર્ડન કરેલ હતો.

તથા B.D.D.S દ્વારા સદરહુ જાગ્યા એથી મળી આવેલ સુટકેસ પૂરતી કાળજી સાથે સદરહુ જગ્યાએથી તકેદારી રાખી બિનવારસી જગ્યાએ લઇ ગયેલ અને સદરહુ બિનવારસી બેગ માં કોઈ શંકાસ્પદ ચીજ મળી આવેલ નહીં, સદરહુ કાર્યવાહી પૂર્ણ થયા બાદ મોક ડ્રિલ જાહેર કરવામાં આવેલ હતી.

રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Related posts

Leave a Comment