GATE-2023 તથા JAM-2023 દ્વારા આયોજિત પરિક્ષા શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તે હેતુથી જરૂરી પ્રતિબંધો ફરમાવતું જાહેરનામું બહાર પાડતા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ

હિન્દ ન્યુઝ, ભાવનગર

આગામી તા.૦૪-૦૫/૦૨/૨૦૨૩ તથા તા.૧૧-૧૨/૦૨/૨૦૨૩ દરમ્યાન Graduate Aptitude Test Engineering (GATE)-2023 તેમજ તા.૧૨/૦૨/૨૦૨૩ ના રોજ Joint Admission Test for Masters (JAM)-2023 ની IIT, Bombay દ્વારા પરીક્ષાઓ લેવાનાર છે.

ઉપરોક્ત પરીક્ષા દરમિયાન પરિક્ષાર્થીઓ નિર્ભયતાથી, શાંતિપૂર્વક પરીક્ષા આપી શકે તેમજ પરીક્ષા કેન્દ્રોની આજુબાજુના વિસ્તારોમાં અસામાજિક તત્વો એકઠા થઇ પરિક્ષાર્થીઓને ખલેલ ન પહોંચાડે તેમજ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે હેતુથી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, ભાવનગર દ્વારા પરીક્ષાનાં દિવસો દરમિયાન જે-તે પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષા સમય દરમિયાન જરૂરી પ્રતિબંધો ફરમાવતું જાહેરનામું બહાર પડવામાં આવેલ છે.

જેમાં જણાવ્યા અનુસાર પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષાના સમય દરમિયાન પરીક્ષા કેન્દ્રોની ૧૦૦ મીટરની ત્રીજયામાં ઝેરોક્ષ/ફેક્સ/સ્કેનર મશીનના ઉપયોગ પર તેમજ પરીક્ષા કેંન્દ્રની ૧૦૦ મીટરની ત્રીજયામાં મોટા અવાજે લાઉડ સ્પીકર કે બેન્ડવાજા વગેરે ધ્વનિવર્ધક સાધનોના ઉપયોગ પર તથા ૧૦૦ મીટરની ત્રીજયામાં ૪ કે તેથી વધુ માણસોના એકઠા થવા પર તેમજ પરીક્ષા કેન્દ્રમાં મોબાઈલ ફોન કે અન્ય ઇલેક્ટ્રોનિક ગેઝેટ લઇ જવા પર અને તેના ઉપયોગ પર તથા પરીક્ષા કેન્દ્રમાં કોઈ અનઅધિકૃત વ્યક્તિના પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવવામાં આવેલ છે. આ જાહેરનામામાં જણાવ્યા મુજબના પરીક્ષા કેન્દ્રો ઉપરાંત જો નવા પરીક્ષા કેન્દ્રો જાહેર થશે તો તેને પણ આ જાહેરનામુ લાગુ પડશે.

ઉપરોક્ત જાહેરનામાનો ભંગ કરનાર ફોજદારી અધિનિયમની કલમ-૧૮૮ મુજબ સજાને પાત્ર થશે. આ જાહેરનામાના અમલ તથા તેના ભંગ બદલ પગલા લેવા હેડકોન્સ્ટેબલથી નિચેના ન હોય તેવા અધિકારીને અધિકૃત કરવામા આવે છે.

Related posts

Leave a Comment