હિન્દ ન્યુઝ, ભાવનગર
જાન્યુઆરી-૨૦૨૨નો માન. મુખ્યમંત્રીનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ આગામી તા.૨૫/૦૧/૨૦૨૨નાં રોજ ૧૧:00 કલાકે સીટી મામલતદાર કચેરી, વિદ્યાનગર, બી.પી.ટી.આઈ. સામે, ભાવનગર ખાતે જિલ્લા કલેક્ટર, ભાવનગરની અધ્યક્ષતામાં યોજાનાર છે. આ ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં સર્વિસ મેટર, નીતિવિષયક, કોર્ટ મેટર તથા સામૂહિક પ્રશ્નો સિવાયની અરજી, પ્રશ્ન રજુ કરતા પહેલા ભાવનગર શહેર સંબધિત કચેરીમાં અરજી કરેલી હોવી જોઈએ અને તે અનિર્ણીત હોવી જોઈએ. આ કાર્યક્ર્મમાં અરજદારે જાતે રૂબરૂ હાજર રહી એક જ વિષય ને લગતી રજુઆત કરી શકશે. કોર્ટ મેટર અને નિતિ વિષયક કે સામુહીક રજુઆત કરી શકશે નહી. અરજદારઓ પાસેથી વિવિધ કચેરીમા અનિર્ણીત પ્રશ્નોની આધાર પુરાવા સાથે તા.૧૦/૦૧/૨૦૨૨ સુધીમાં અરજીઓ મંગાવામા આવે છે. તેમ સીટી મામલતદાર, ભાવનગરની યાદીમાં જણાવવામા આવેલ છે.
બ્યુરો ચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી