ગીર ગઢડા તાલુકાના જુના ઉગલા ગામે ગોચરની જમીન પરથી વહીવટી તંત્ર દ્વારા દબાણ દૂર કરાયું

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

          જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાની સૂચના અને માર્ગદર્શન હેઠળ આજે ગઢડા મામલતદારતાલુકા વિકાસ અધિકારી અને પોલીસ બંદોબસ્ત વચ્ચે ગીરગઢડા તાલુકાના જુના ઉગલા ગામે ગૌચરની જમીન ઉપર ગ્રામ પંચાયત દ્વારા દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

આજે હાથ ધરવામાં આવેલી કામગીરી અંતર્ગત ૩૪  દબાણદારો દ્વારા દબાણ કરવામાં આવેલ આશરે રૂ. ૧૦.૨૦ કરોડની કુલ ૨,૭૫,૦૦૦ ચો.મી. જમીન ૨ દિવસની કામગીરી દરમ્યાન ખુલ્લી કરવામાં આવી હતી.

Related posts

Leave a Comment