આંબાના જૂના બગીચાઓને નવસર્જન કરવા બાગાયત વિભાગ દ્વારા નવીનીકરણ માટે સહાય આપવામાં આવે છે

હિન્દ ન્યુઝ, સુરત

    આંબાની ૪૦ થી ૫૦ વર્ષ કે તેથી વધુ જૂની વાડીઓમાં મોટા ઝાડોના કારણે ઉત્પાદનક્ષમતા ઓછી થતી હોય છે. જેથી આંબાના વૃક્ષોને ચોક્કસ ઊંચાઈએથી સંપૂર્ણપણે અથવા અંશત: છટણી કરી ત્યારબાદ કેળવણી કરી જૂના ઝાડને ફરીથી જુસ્સાદાર અને ઉત્પાદનક્ષમ બનાવવાની પધ્ધતિ એટલે નવીનીકરણ. સામાન્ય રીતે જ્યાંથી થડ ઉપર ડાળીઓની શરૂઆત થાય છે, એવી ડાળીઓને છેક નીચેથી સંપૂર્ણ કાપવામાં આવે છે. આવી ડાળીઓ નવી કૂંપણો કાઢે છે. જે તંદુરસ્ત હોય છે.

   સામાન્ય રીતે વૃક્ષને ૩-૪ મીટરની ઊંચાઈએથી છટણી કરવામાં આવે છે. આ પ્રકારની છટણી બાદ આંબામાં મેઝનો ઉપદ્રવ માલૂમ પડે છે, જેથી તેના નિયંત્રણ માટે ખાસ પગલાં લેવા જરૂરી છે. મે-જૂન મહિ‌નામાં ફળ ઉતારી લીધા બાદ કે ચોમાસા પછીનો સમયગાળો આંબાવાડીના રીજુવિનેશન માટે ઘણો ઉપયુક્ત છે. આથી ખેડૂતોએ આ બાબત ધ્યાન રાખવી જોઇએ.

Related posts

Leave a Comment