રાજકોટના જેતપુર માર્કેયાડ ખાતે સ્વ.વિઠ્ઠલભાઇ રાદડિયા ની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે મહારક્તદાન કેમ્પ નું અયોજન કરવામાં આવ્યું

રાજકોટ,

        સૌરાષ્ટ્રના સાવજ, લડાયક અને કદાવર ખેડૂત નેતા અને તમામ સમાજોને સાથે લઈને ચાલનાર નેતા એવા સ્વ.વિઠ્ઠલભાઈ રાદડિયા ની પ્રથમ પુણ્યતિથિ નિમિતે જેતપુર મેડિકલ ફાઉન્ડેશન ટ્રસ્ટ સંચાલીત બ્લડ બેંકના લાભાર્થે રક્તદાન કેમ્પ, ‘માં અમૃતમ’ કાર્ડ, કોવીડ-૧૯ માટે આર્યુવેદીક ઉકાળા વિતરણ, માસ્ક વિતરણ, ધનવંતરી રથ દ્વારા જરૂરીયાતમંદ દર્દિઓને તાવ, શરદી, ઉધરસ વિગેરેની પ્રાથમિક ચકાસણી તેમજ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયેલ, આ મહા રક્તદાન કેમ્પમાં ૨૦૦ બોટલ રક્ત સ્વૈચ્છિક રક્તદાતાઓએ રક્તદાન કરેલ તેમજ ૪૦ જેટલા જરૂરીયાતમંદ લોકોને ‘મા અમૃતમ’ કાર્ડનું વિતરણ કરેલ,

આ કાર્યક્રમમાં રાજકોટ ડિસ્ટ્રીકટ કો-ઓપ. બેંકના ડિરેકટર ગોરધનભાઇ ધામેલીયા, રાજકોટ જીલ્લા ડેરીના ચેરમેન ગોવિંદભાઇ રાણપરીયા, જેતપુર શહેર ભાજપના મહામંત્રી  રમેશભાઇ જોગી, જેતપુર તાલુકા ભાજપ મંત્રી દિનકરભાઇ ગુંદણીયા, પૂર્વ ધારાસભ્ય જસુમતીબેન કોરાટ, મનસુખભાઇ ખાચરીયા, સુરેશભાઇ સખરેલીયા,

ભુપતભાઇ સોલંકી, વસંતભાઇ પટેલ, ચંદુભાઇ વેકરીયા, માર્કેટ યાર્ડના વા.ચેરમને હરેશભાઇ ગઢીયા તેમજ ખોડલધામ સમિતિ અને જેતપુરની તમામ સંસ્થાઓ, ક્લબો, ઓર્ગેનાઇઝેશનના પ્રતિનિધિઓએ તેમજ જીલ્લા પંચાયતના સદસ્ય ધીરૂભાઇ પાઘડાર, વિવિધ સમાજ તથા વિવિધ પક્ષોના આગેવાનોએ હાજરી આપી શ્રદ્ધાસુમન અર્પણ કરેલ.

રિપોર્ટર : વિનુભાઈ ખેરાળીયા, રાજકોટ

Related posts

Leave a Comment