રાજકોટ શહેરમાં કોરોનાના સંક્રમણને લઈને રાજકોટના અધિકારીઓ સાથેની મુખ્યમંત્રીની સમીક્ષા બેઠક પૂર્ણ, CM રૂપાણીએ કરી આ મોટી જાહેરાત

રાજકોટ,

રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ રાજકોટની સમીક્ષા કરવા જિલ્લા કલેક્ટર કચેરી પહોંચ્યા છે. કલેક્ટર કચેરીમાં કોરોનાની મહામારીને કલેક્ટર, કમિશનર, કે.કૈલાશનાથન, અનિલ મુકિમ, જયંતિ રવિ, સાંસદ રમેશ ધડુક સહિત ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજવામાં આવી છે.
આ બેઠક બાદ સીએમ રૂપાણીએ કહ્યું કે, રાજ્યમાં જ્યારે કોરોનાનો પ્રથમ કેસ આવ્યો ત્યારથી રાજ્ય સરકાર પૂરી તાકાત સાથે આ મહામારી સામે કામગીરી કરી રહી છે. આ સાથે રાજ્યમાં કોરોનાનું સંક્રમણ અટકાવવા માટેના પ્રયત્નો તથા કોરોના સંક્રમિત દર્દીઓને સારવારની વ્યવસ્થા મળી રહે તે માટે રાજ્ય સરકાર છેલ્લા 150 દિવસથી સતત પ્રયાસો કરતી આવી છે. ત્યારે આજ રોજની બેઠકમાં IIMના ડોકટરો અને સરકારી ડોકટરો સાથે બેઠકમાં કરવામાં આવી છે. બેઠકમાં રાજકોટમાં કોરોના સંક્રમિતોને યોગ્ય સારવાર મળી રહે તે માટે પણ મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. જે અંતર્ગત રાજકોટમાં 3500 બેડની તૈયારીનું પ્લાનિંગ કરવામાં આવ્યું છે. આ સાથે જો રાજકોટને વધુ તબીબોની જરૂર હશે તો તેની વ્યવસ્થા કરવા આવશે. આ સાથે જ CM રૂપાણીએ મુખ્યમંત્રી રિલિફ ફંડ માંથી રૂ. 5 કરોડ સહાયની જાહેરાત પણ કરવામાં આવી છે. આ સાથે તેમણે કહ્યું કે, એક સમયે કોરોના કેસોની સંખ્યમાં મહારાષ્ટ્ર પ્રથમ ક્રમે અને ગુજરાત બીજી ક્રમે હતું ત્યારે સરકાર અને કોરોના વોરિયર્સના સહિયારા પ્રયાસોના કારણે આઝે ગુજરાત 12માં ક્રમે છે. એક સમયે ગુજરાતનો મૃત્યુ દર 7 ટકા હતો જે આજે 4 ટકાએ પહોંચ્યો છે. આ સાથે ગુજરાતનો રિકવરી રેટ પણ 74 ટકાએ પહોંચ્યો છે. આવનારા દિવસોમાં વડોદરા અને સુરતમાં કોરોના સામેની સેવાઓમાં વધારો થાય તે માટે પણ નિર્ણયો લેવામાં આવી રહ્યા છે

રિપોર્ટર: વિનુભાઈ ખેરાળીયા, રાજકોટ

Related posts

Leave a Comment