લોન્ડ્રીના કપડા સાથે આવેલા દોઢ લાખ ગ્રાહકને પરત કર્યા

પ્રમાણીકતાનો ઉત્કૃષ્ટ દાખલો

હિન્દ ન્યૂઝ, ધારી

       ધારીમાં આવેલી એક લોન્ડ્રીમાં ઇસ્ત્રી માટે આવેલા કપડાની થેલીમાંથી બે-હજારના દરની ૭૬ નોટ મળી આવતા પ્રમાણિક લોન્ડ્રી સંચાલકે પૈસા પરત કરી ખૂબ જ ઉમદા પ્રમાણિક ઉદાહરણ પૂરું પાડ્યું હતું

            ધારીના અમરેલી રોડ પર આવેલા ક્રિષ્ના કોમ્પ્લેક્ષ માં ચામુંડા લોન્ડ્રી નામની ધોબીની દુકાન ચલાવતા શામજીભાઈ સિમરીયાને ત્યાં એક યુવાને ઇસ્ત્રી માટે કપડાની થેલી આપેલ. જેમાં પ્લાસ્ટિક કોથળીમાં પેક રૂ. બે-હજારના દરની ૭૬ નોટ ભરેલી પોલીથીન બેગ મળી આવેલ. એટલે કુલ ૧-લાખ ૫૨-હજાર રોકડા મળી આવ્યા હતા, પરંતુ શામજીભાઈના પુત્ર વિશાલને એ ખ્યાલ ન હતો કે આ ઇસ્ત્રી કરવા આપી ગયેલ વ્યક્તિ ખરેખર હતા કોણ . જેથી તેમણે કોન્ટેક્ટ ન કરેલ પણ પૈસા સાચવી મુકી રાખ્યા હતા. જેથી સાંજે જ એ જ કપડાની થેલી લેવા આવેલા શિવનગરના રહીશ આહિર ઘુઘાભાઈ પરડવાને શામજીભાઈ સિમરીયાએ પોલીથીન બેગ ભરેલા ૧-લાખ ૫૨-હજાર આપી જણાવ્યું હતું કે આપની ઈસ્ત્રીના કપડા સાથે પૈસા પણ નિકળ્યા છે. આપ ગણી લેશો આ જોતા ઘુઘાભાઈ ખૂબ જ પ્રભાવિત થયા હતા અને રાજી થઈ ગયા. 

પ્રમાણિક શામજીભાઈ સિમરીયાને આવી ગમે તેનું ઈમાન ડગમગાવી દય તેવી ઈમાનદારી દાખવવા બદલ હૃદયપૂર્વક અભિનંદન પાઠવવામાં આવ્યું. 

રિપોર્ટર : સંજય વાળા, ધારી

Related posts

Leave a Comment