અમરેલી જિલ્લા ના ધારી તાલુકા હોમ ગાર્ડ યુનિટ ના જવાન ને પુત્રીના લગ્નપ્રસંગે સહાય ચેક અર્પણ

હિન્દ ન્યૂઝ, અમરેલી 

         હોમગાર્ડઝ સભ્યો પોલીસની મદદ માં કાયદો અને વ્યવસ્થા તેમજ ધાર્મિક તેમજ વી.વી.આઇ.પી. બંદોબસ્ત તેમજ ચૂટંણી જેવી અગત્ય ની ફરજો ઉપરાંત કુદરતી અને માનવ સર્જિત આપત્તિ વેળાએ ખભે ખભા મેળવી નિષ્કામ સેવા કરી રહ્યા છે.

       અમરેલી જિલ્લા ના ધારી હોમ ગાર્ડઝ યુનિટના હોમગાર્ડ જવાન પરેશ વરમોરા નાં પુત્રીના લગ્નપ્રસંગે કલ્યાણ નિધિ માથી હોમ ગાર્ડ જવાન ને સહાય ચેક અર્પણ કરાયો.

          મે. ડાયરેક્ટર જનરલ ગુજરાત રાજ્ય હોમગાર્ડઝ અમદાવાદ દ્વારા મંજૂર કરાતાં માન.ધારાસભ્ય જે.વી.કાકડિયા સા. નાઓના વરદ હસ્તે અમરેલી જિલ્લા હોમ ગાર્ડ કમાન્ડન્ટ અશોક જોષી તથા ઓફિસર કમાંડિંગ માઢક, સાપરીયા તથા વ્યાસ, ઓફીસ સ્ટાફ અને એન.સી. ઓ., વગેરે ની હાજરી માં ચેક અર્પણ કરવામાં આવ્યો હતો અને આ તકે આરતીબેને (આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે) પ્રોત્સાહક ચેક બદલ ખૂબ હર્ષ ની લાગણી અનુભવેલ. કાર્યક્રમ નું સંચાલન રાજુ વ્યાસ નાઓએ કરેલ.

રિપોર્ટર : સંજય વાળા, ધારી

Related posts

Leave a Comment