સુરત શહેર ના અમરોલી પો.સ્ટે. ના અપહરણ ના ગુન્હાના કામે નાસતો ફરતો આરોપી પકડી પાડતી ભાવનગર જીલ્લા ની ગારીયાધાર પોલીસ

ભાવનગર,

ભાવનગર રેન્જ ના નાયબ પોલીસ મહાનીરીક્ષક ભાવનગર રેન્જ નાઓએ આપેલ સુચના મુજબ ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક દ્વારા ગુન્હાના કામે નાસતા ફરતા આરોપીઓને પકડી લઇ કાયદેસર કાર્યવાહી કરવા જણાવેલ હોય જે પાલીતાણા ડીવીઝનના નાયબ પોલીસ અધિક્ષકની સુચના મુજબ ગારીયાધાર પોલીસ સ્ટેશન ના પોલીસ સ્ટાફના પો.કોન્સ. ભગવાનભાઇ સાંબડ નાઓને બાતમી હકીકત મળેલ કે સુરત શહેર અમરોલી પો.સ્ટે. ના અપહરણના ગુન્હાનો કામનો આરોપી હિંમતભાઈ ઉર્ફે યોગેશભાઇ મીઠાભાઇ સોસા રહે. મોટીવાવડી તા.ગારીયાધાર જી.ભાવનગર હાલ રહે. સુરત વાળો હાલ વેળાવદર ગામ તા.ગારીયાધાર હોય જેથી ગારીયાધાર પો.સ્ટે. ના પો.સબ.ઇન્સ. શ્રી વી.વી.ધ્રાંગુ સા. ની સુચના મુજબ હેડ કોન્સ. એમ.કે.મકવાણા તથા પો.કોન્સ. ભગવાનભાઇ સાંબડ તથા પો.કોન્સ. શૈલેષભાઇ ચાવડા તથા વિજયભાઇ રબારી વિગેરેનાઓએ બાતમી આધારે આરોપી યોગેશભાઇ મીઠાભાઇ સોસા રહે. મોટીવાવડી તા.ગારીયાધાર જી.ભાવનગર વાળા ને પકડી લઇ કાયદેસર કાર્યવાહી હાથ ધરવામા આવેલ છે. કામગીરીમા જોડાયેલ પોલીસ ટીમ માં વી.વી.ધ્રાંગુ પો.સબ.ઇન્સ. ગારીયાધાર પો.સ્ટે., મનીષભાઇ મકવાણા હેડ.કોન્સ. ગારીયાધાર પો.સ્ટે., ભગવાનભાઇ સાંબડ પો.કોન્સ. ગારીયાધાર પો.સ્ટે., વિજયભાઇ રબારી પો.કોન્સ. ગારીયાધાર પો.સ્ટે., શૈલેષભાઇ ચાવડા પો.કોન્સ એ ગારીયાધાર પો.સ્ટે.  જોડાયેલા હતા.

રિપોર્ટ : મયુર જાની, ભાવનગર

Related posts

Leave a Comment