જામનગર ખાતે 28-07-2020 ને મંગળવારના રોજ સંસ્થાના શિશુગૃહ ના બે બાળકોને દત્તક વિધાન નો કાર્યક્રમ યોજાયો

જામનગર, 

              જામનગર દ્વારા 28-07-2020 ને મંગળવારના રોજ સંસ્થાના શિશુગૃહ ના બે બાળકોને દત્તક વિધાન નો કાર્યક્રમ જામનગર ના લોકલાડીલા ધારાસભ્ય અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી ધર્મેન્દ્રસિંહ (હકુભા) જાડેજા ને ખાસ ઉપસ્થિતિમાં કેન્દ્રીય ગાઇડલાઇન પ્રમાણે સામાજિક અંતર જાળવી ને યોજાયો હતો.

          છેલ્લા ત્રણ વર્ષથી બાળ અને મહિલા કલ્યાણ ક્ષેત્રે કાર્ય કરતી આ સંસ્થા દ્વારા શિશુગૃહ ના બે જોડિયા ભાઈ-બહેન, ભરત-ભારતીનો દત્તક વિધાન દિલ્હી સ્થિત અમિત શ્રીવાસ્તવ તથા શ્રીમતી અર્ચના શર્માના પરિવારમાં આપવાના વિશિષ્ટ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌનું શાબ્દિક સ્વાગત સંસ્થાના નવનિયુક્ત પ્રમુખ કરસનભાઈ ડાંગરે કર્યું હતું. તેમજ મા. મંત્રી ધર્મેન્દ્ર સિંહ ને સૂત્ર માળાથી આવકાર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે સંસ્થામાંથી અત્યાર સુધીમાં 235 થી વધારે બાળકોને દેશ-વિદેશમાં દત્તક આપવામાં આવ્યા છે. જ્યારે 280 થી વધારે દીકરીઓને સુયોગ્ય પરિવારમાં પરણાવીને સમાજમાં પુન: સ્થાપિત કરવામાં આવી છે. મહેમાનોને રક્ષા બાંધી ને સંસ્થાના સહમંત્રી પ્રતિમાબેન પાંડે તથા મુક્તાબેન કુંડલે આવકાર્યા હતા. સંસ્થાના માનદમંત્રી હીરાબેન તન્નાએ પ્રાસંગિક વક્તવ્ય આપી સંસ્થાની પ્રણાલિકાથી સૌને અવગત કર્યા હતા.

            કાર્યક્રમના મુખ્ય અતિથિ મંત્રી ધર્મેન્દ્ર સિંહ ના હસ્તે બાળકોની દત્તક અર્પણવિધિ કરવામાં આવી હતી. જેના વિશે મંત્રીએ જણાવ્યું કે આ સામાજિક સંસ્થા જે સમાજસેવાનો કાર્ય કરી રહી છે તે ઘણું જ સંતોષજનક અને આવકારદાયક છે. પોતાના મત વિસ્તારમાં આવેલી આ સંસ્થા અભિભૂત થતાં તેમણે જણાવ્યું કે રાજ્ય-દેશ અને દુનિયાના વિભિન્ન ક્ષેત્રે નામ પ્રસ્થાપિત કરનાર સંસ્થા માટે જે કંઈ કરીએ તે ઓછું છે. તેમણે યથાશક્તિ મદદ કરવાની ઇચ્છા દર્શાવી હતી.

 

                બાળક દત્તક લેનાર દંપતી નો પ્રતિભાવ આપતા શ્રીમતી અર્ચના શર્માએ સંસ્થાનાં તમામ કાર્યકરોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. સંસ્થા ના ટ્રસ્ટી ડો. કલ્પનાબેન ખંડેરિયા એ આ તકે એક સંદેશો આપતા જણાવ્યું હતું કે દરેક બાળકને જન્મવાનો અધિકાર છે. જે માતા બાળકને ન ઈચ્છતી હોય તેણે પણ બાળકને જન્મ આપીને સામાજિક સંસ્થાને અર્પણ કરવા અનુરોધ કરી અબોર્શન અટકાવવા અનુરોધ કર્યો હતો.

               કાર્યક્રમના અંતે માનદ મંત્રી સુચેતાબેન ભાડલાવાળા એ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. આ તકે સંસ્થાના ટ્રસ્ટી ડો.પ્રફુલભાઈ દવે, હસમુખભાઈ હિંડોચા, વિભાગીય વડાઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન કાર્યાલય મંત્રી પાર્થભાઈ એ કર્યું હતું.

Related posts

Leave a Comment